Gujarat

થાનના જામવાળી અને ચોટીલાના વાવડીમાં ખનિજ ચોરીનો પર્દાફાશ

By GS TEAM
22 Dec 20251 min read
થાનના જામવાળી અને ચોટીલાના વાવડીમાં ખનિજ ચોરીનો પર્દાફાશ

- 3 લીઝમાં ગેરરીતિ પકડાતા તંત્ર દ્વારા સીઝ કરાઈ

- ચોટીલા ડેપ્યુટી કલેક્ટર અને ખાણ ખનીજ વિભાગની ટીમે વાહનો, 150 મે.ટન સીલીકા સહિત રૂ. 6.87 કરોડનો મુદામાલ કબજે કર્યો

સુરેન્દ્રનગર : ચોટીલા ડેપ્યુટી કલેકટર એચ.ટી.મકવાણા અને ખાણ ખનિજ વિભાગની સંયુક્ત ટીમ દ્વારા ચોટીલા તાલુકામાં ગેરકાયદે લીઝ અંગે ચેકિંગ હાથ ધર્યું હતું. જેમાં વાવડી ગામની સીમમાં આવેલી લીઝની તપાસ કરતા લીઝ હોલ્ડર જયવંતભાઇ હકુભાઇ વાળાએ લીઝમાં અનેક ગેરરીતિઓ કરી હોવાનું સામે આવતા લીઝ સીઝ કરવામાં આવી હતી. 

આ ઉપરાંત વાવડીની આજુબાજુના સર્વે નંબર ૯૬/પૈકી વાળી જમીનમાં પણ મંજૂરી વગર ખોદકામ કરવામાં આવ્યું હોવાનું પણ બહાર આવ્યું હતું. તેમજ થાનની જામવાડીની સરકારી જમીનમાં વેસ્ટ પાણીનો નિકાલ અને ખોદકામ કરવામાં આવતુ હતું. આથી તમામ લીઝો પર અનેક પ્રકારની ક્ષતિઓ બહાર આવતા કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે સ્થળ પરથી ૦૨ ક્રશર પ્લાન્ટ, ૦૨ હિટાચી મશીન, ૦૩ ડમ્પર, ૦૨ લોડર, ૦૮ ટ્રેલર, ટ્રેકટર, જનરેટર, કંમ્પ્રેશર અને ૧૫૦ મેટ્રિક ટન સીલીકા સહિત ફૂલ રૂ.૬.૮૭ કરોડનો મુદામાલ કબજે કરવામાં આવ્યો હતો અને ગેરકાયદે ખોદકામ કરનાર ભૂમાફિયાઓ વિરૂદ્ધ વસૂલાત અને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.