Get The App

ખાખરાળા, ધોળિયા, રાવરાણીમાં ખનીજ ચોરી ઝડપાઇ, 50 લાખનો મુદ્દામાલ જપ્ત

Updated: Dec 5th, 2024

GS TEAM

Google News
Google News
ખાખરાળા, ધોળિયા, રાવરાણીમાં ખનીજ ચોરી ઝડપાઇ, 50 લાખનો મુદ્દામાલ જપ્ત 1 - image


- મુળી-થાનમાં ખનીજ ચોરી રોકવા મોડે-મોડે તંત્ર જાગ્યું

- સ્થાનિક પોલીસની રહેમ નજર હેઠળ ખનીજ ચોરી થતી હોવાની ચર્ચા : 15 સામે ફરિયાદ

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લાના મુળી અને થાનના અલગ-અલગ ગામોમાંથી ખાણ ખનીજ વિભાગે ખનીજચોરી કરતા વાહનો સહિત અંદાજે રૂા.૫૦ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. મોટાપાયે ખનીજચોરી ઝડપાતા થાન અને મુળી પોલીસની રહેમ નજર હેઠળ ખનીજ ચોરી થતી હોવાની ચર્ચાઓ તેજ બની છે. 

સુરેન્દ્રનગર જિલ્લાના થાન તેમજ મુળી તાલુકામાં ખનીજચોરી થતી હોવાની ફરિયાદોને ધ્યાને લઈ ખાણ ખનીજ વિભાગની ટીમે અલગ-અલગ ગામોમાં દરોડા કર્યા હતી. જેમાં મુળીના ખાખરાળા ગામની સીમમાં એક કુવા પર ચરખી મશીનમાં ખનીજચોરી કરતા બે ટ્રેકટર, બે પાઈપ, એક જનરેટર સહિત રૂા.૫.૪૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સાત શખ્સો સામે ફરિયાદ નોંધાઈ હતી. મુળીના ધોળીયા ગામે ત્રણ કુવા પરથી ચરખી મશીનમાં ઉપયોગમાં લેવાતી બે પાઈપો, ડિઝલ મશીન, બે ચરખી મશીન સહિત કુલ રૂા.૫.૪૨ લાખનો મુદ્દામાલ કબ્જે કરી પાંચ શખ્સો સામે મુળી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. 

થાન તાલુકાના રાવરાણી ગામની સીમમાંથી બે કુવા પર ચરખી મશીનમાં ઉપયોગમાં લેવાતી ચાર પાઈપો, ટ્રેકટર, જનરેટર સહિત રૂા.૭.૫૮ લાખનો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ શખ્સો સામે થાન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ હતી. કટારીયા ચેકપોસ્ટ પરથી એક ડમ્પર તેમજ થાન પોલીસ મથકની હદમાંથી ગેરકાયદેસર કાર્બોસેલનું ખનન કરતા બે ડમ્પર ઝડપી પાડવામાં આવ્યા હતા. આમ ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા છેલ્લા એક અઠવાડીયામાં અંદાજે રૂા.૫૦ લાખની ખનીજચોરી તેમજ વાહનો ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે. બીજી બાજુ થાન અને મુળી તાલુકામાં સ્થાનીક પોલીસની અંધારામાં રાખી ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડા પાડી ખનીજચોરી ઝડપી પાડતા પોલીસની કામગીરી સામે અનેક સવાલો ઉભા થયા છે. 

Tags :