Get The App

બનાસ ડેરીના પશુપાલકો માટે મોટા સમાચાર, 1 જૂનથી દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.25નો વધારો

Updated: May 22nd, 2025

GS TEAM


Google News
Google News
બનાસ ડેરીના પશુપાલકો માટે મોટા સમાચાર, 1 જૂનથી દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂ.25નો વધારો 1 - image
Image : banasdairy

Banas Dairy : ગુજરાતમાં બનાસ ડેરીના પશુપાલકો માટે ખુશખબર સામે આવી છે. જેમાં આગામી 1 જૂનથી દૂધના ભાવમાં પ્રતિ કિલો. ફેટે રૂ. 25નો વધારો કરવાનો નિર્ણય કરાયો હોવાનું સામે આવ્યું છે. જો કે, કિલો. ફેટે દૂધના ભાવમાં વધારો કરવાને લઈને ગ્રાહકોને કોઈ અસર નહીં થાય, આમ ગ્રાહકો માટે દૂધના ભાવ યથાવત રહેશે. સમગ્ર મામલે બનાસ ડેરીના સણાદર ખાતેના કાર્યક્રમમાંથી ચેરમેન શંકરભાઈ ચૌધરીએ જાહેરાત કરી છે. જેમાં દૂધના ભાવમાં પ્રતિ કિલો. ફેટે રૂ. 25નો વધારો કરાયો છે, ત્યારે દર મહિને પશુપાલકોને વધારાના રૂ.25 કરોડ મળે તેવો અંદાજ છે. 



Tags :