Get The App

લાલપુરના આરબલૂસ ગામમાં રહેતો પરપ્રાંતીય યુવાન ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યો : 3,86,000ની રકમ ગુમાવી

Updated: Nov 12th, 2025

GS TEAM

Google News
Google News
લાલપુરના આરબલૂસ ગામમાં રહેતો પરપ્રાંતીય યુવાન ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યો : 3,86,000ની રકમ ગુમાવી 1 - image

Jamnagar Fraud : જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના આરબલૂસ ગામમાં રહેતો એક પરપ્રાંતીય યુવાન સોશિયલ મીડિયાના માધ્યમથી ઓનલાઈન છેતરપિંડીનો શિકાર બન્યો છે અને 3,86,000 જેવી માતબર રકમ ગુમાવવાનો વારો આવ્યો છે.

 મૂળ ઝારખંડ રાજ્યના વતની અને હાલ લાલપુર તાલુકાના આરબલુસ ગામમાં રહીને મજૂરી કામ કરતા અંજારખાન નુંમાનખાન પઠાણ, કે જેઓએ લાલપુર પોલીસમાં ફરિયાદ કરીને જણાવ્યું છે કે કોઈ ચીટર ટોળકીએ પોતાના પુત્રના મોબાઈલ ફોન પર પી.એમ.કિસાન યોજના મુજબની પ્રોફાઈલ મોકલીને ફક્ત પોતાના પુત્ર દાનિશના ખાતામાંથી અલગ અલગ સમયે 3,86,701 ની રકમ ઓનલાઈન છેતરપિંડીના માધ્યમથી ઉપાડી લઈ વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી, જે અંગે જુદા જુદા ત્રણ ખાતાધારકો સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ દ્વારા આ મામલે ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 61(2), 318(4), 3(5) તેમજ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટની કલમ 66 સી, અને 66 ડી મુજબ ગુનો નોધ્યો છે, અને સોશિયલ મીડિયાના માધ્યમથી સાઇબર ચાંચિયાઓને શોધવા માટેની કવાયત શરૂ કરી છે.