Get The App

ટ્રકના ટાયર નીચે આવી જતા પરપ્રાંતિય યુવકનું મોત

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
ટ્રકના ટાયર નીચે આવી જતા પરપ્રાંતિય યુવકનું મોત 1 - image


- તળાજાની હોટેલના પરિસરમાં બન્યો બનાવ 

- યુવક ટ્રક નીચે સુતો હતો અને ચાલકે ટ્રક રિવર્સ લેતા આકસ્માત સર્જાયો

ભાવનગર : તળાજામાં આવેલી હોટલના મેદાનમાં ટ્રક નીચે આરામ કરી રહેલો પરપ્રાંતિય યુવક ટ્રકના ટાયર નીચે આવી જતાં સર્જાયેલ અકસ્માતમાં યુવકનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

ઉત્તરપ્રદેશના આગ્રાના વતની અને તળાજા પંથકમાં લાદી-ટાઈલ્સ ફીટ કરવાનું મજુરી કામ કરતા અનિલભાઈ રામકિશનભાઈ રાજપુત ગતરોજ બપોરના ૩.૨૪ કલાકના અરસામાં તળાજાની આશાપુર હોટલના ગ્રાઉન્ડમાં પડેલા જીજ.૦૪.એએક્સ.૧૧૧૮ નંબરના ટ્રક નીચે આરામ કરી રહ્યાં હતા ત્યારે ઉક્ત ટ્રકના ચાલકે અચાનક ટ્રક પાછળ લેતા ટ્રકના જમણી બાજુના પાછલા વ્હિલ નીચે અનિલભાઈ આવી જતાં સર્જાયેલા અકસ્માતમાં અનિલભાઈ રામકિશનભાઈ રાજપુતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગે મૃતકના કાકા શિવશંકર બલવિરસિંહ રાજપુત (રહે. હાલ રાતોલ ગામ, તા.મહુવા મુળ રહે. આગ્રા, ઉત્તરપ્રદેશ)એ તળાજા પોલીસ મથકમાં ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

Tags :