પરપ્રાંતિય પરિણીતાએ પતિના ત્રાસથી કંટાળી ફાંસો ખાઈ આપઘાત વ્હોર્યો
- મધ્યપ્રદેશનો પરિવાર 10 વર્ષથી સિહોર રહેતો હતો
- સિહોરમાં રહેતાં મૃતકના પિતાએ જમાઈ વિરૂદ્ધ પરિઁણીતાને મરવા મજબૂર કર્યાની ફરિયાદ નોંધાવી
મધ્યપ્રદેશના જામ્બુઆના વતની અને હાલ સિહોર ખાતે રહી રોલિંગ મીલમાં મજુરી કામ કરતા અનસિંહ બચ્ચુ બારિયાએ સિહોર પોલીસ મથકમાં તેમના જમાઈ પાસુરા ચતરા મેડા (રહે.મહોરિયા ગામ, તડવી ફળિયા, જી.જામ્બુઆ, મધ્યપ્રદેશ) વિરૂદ્ધ એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેમની દિકરી સન્નબેનના લગ્ન ઉક્ત પાસુરા ચતરા મેડા સાથે કરાવેલા હતા અને તેની દિકરી અને તેનો પતિ બાળકો સાથે છેલ્લા ૧૦ વર્ષથી સિહોરમાં આવેલી જીઆઈડીસીમાં રહેતા હતા, જયાં જમાઈ અવારનવાર દિકરી સાથે મારઝૂડ કરી શારીરિક માનસિક ત્રાસ આપતો હતો. જેનાથી કંટાળીને તેમની દિકરીએ ગત રોજ સાંજના સમયે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બનાવ અંગે સિહોર પોલીસે પતિ વિરૂદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.