Gujarat

જામનગર નજીક ગોરધન પર ગામમાં રહેતા પ્રૌઢ ઉપર પરપ્રાંતીય શખ્સે છરી વડે હુમલો કરી ગળું કાપી નાખતાં ગંભીર ઇજા

By GS TEAM
21 Jun 20252 mins read
TukuTouch Logo
ઘર પાસે અપશબ્દો બોલવા જેવી તકરારમાં પ્રાંતિય શખ્સ ઉપર ચાર શખ્સોએ હુમલો કર્યાની વળતી ફરિયાદ

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક ગોરધન પર ગામમાં રહેતા પ્રૌઢ ઉપર પરપ્રાંતીય શખ્સે છરી વડે હુમલો કરી ગળું કાપી નાખતાં ગંભીર ઇજા

image : Freepik

Jamnagar Crime : જામનગર નજીક ગોરધનપર ગામમાં માધવ વિલા સોસાયટીમાં ગઈકાલે રાત્રે હંગામા મચી ગયો હતો, અને એક પર પ્રાંતીય શખ્સ દ્વારા પાડોશમાં રહેતા પ્રૌઢ ઉપર છરી જેવા ધારદાર હથિયાર વડે ગળાના ભાગે હુમલો કરી દેતાં ગળુ કપાયું હતું, અને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયા છે. આ ઉપરાંત પર પ્રાંતીય શખ્સ દ્વારા પોતાના ઉપર પણ હુમલો કરવા અંગેની વળતી ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગર નજીક ગોરધનપર ગામમાં માધવ વિલા સોસાયટીમાં રહેતા આકાશ દુબે નામના પર પ્રાંતીય શખ્સ દ્વારા ગઈકાલે પાડોશમાં રહેતા રતનસિંહ ચાવડા વગેરેના મકાન પાસે ઊભા રહીને અપશબ્દો ઉચ્ચારતો હોવાથી ઘરમાં હાજર રહેલા મહિલા સભ્યોએ અહીં ગાળો બોલવાની ના પાડી હતી. જેથી તેઓ સાથે જીભા જોડી કરી હતી.

દરમિયાન મકાન માલિક રતનસિંહ હરિસિંહ ચાવડા અને તેનો પુત્ર યુવરાજસિંહ રતનસિંહ ચાવડા, ભત્રીજો અજયસિંહ ચાવડા તથા એક સાગરીત દોડી આવ્યા હતા, અને આકાશ દુબે પર લાકડાના ધોકા અને લોખંડના પાઇપ વડે હુમલો કરતાં તેને પગમાં ઇજા થઇ હતી. દરમિયાન આકાશ દુબે ઉશ્કેરાયો  હતો અને પોતાની પાસે રહેલા છરી જેવા ધારદાર હથિયાર વડે રતનસિંહ ચાવડાના ગળાના ભાગે હુમલો કરી દેતાં તેનું ગળું કપાયું હતું, અને લોહીના ફુવારા ઉડયા હતા.

જે બનાવ બાદ રતનસિંહ ચાવડાને તાત્કાલિક અસરથી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જયાં તબીબી દ્વારા તાત્કાલિક અસરથી સર્જરી કરી દેવામાં આવી હતી, જેથી તેની હાલત હાલ સુધારા પર છે.

આ બનાવની જાણ થતા સિક્કા પોલીસ સ્ટેશનના એ.એસ.આઈ. સી.ડી.ગાંભવા પોતાની ટીમ સાથે બનાવના સ્થળે તેમજ જી.જી.હોસ્પિટલમાં દોડી ગયા હતા, અને સૌ પ્રથમ મહિપતસિંહ કનકસિંહ ચાવડાની ફરીયાદના આધારે રતનસિંહ ચાવડા પર જીવલેણ હુમલો કરવા અંગે આકાશ દુબે સામે ગુનો નોંધ્યો છે, અને તેને અટકાયતમાં લઈ લીધો છે. જ્યારે આકાશ દુબે એ પણ પોતાના પર હુમલો કરવા અંગે ચાર સામે વળતી ફરિયાદ નોંધાવી છે.