Get The App

ધ્રાંગધ્રા શહેરમાં ચાઈનીઝ દોરીથી આધેડને ગંભીર ઈજા

Updated: Jan 16th, 2026

GS TEAM

Google News
Google News
ધ્રાંગધ્રા શહેરમાં ચાઈનીઝ દોરીથી આધેડને ગંભીર ઈજા 1 - image

દોરીથી આંખમાં ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયા

પ્રતિબંધ છતાં બનાવને પગલે ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હોવાનો ઘટસ્ફોટ

ધ્રાંગધ્રા -  ધ્રાંગધ્રા-હળવદ રોડ વિસ્તારમાં રહેતા હાતીમભાઈ બેલીમ ઉત્તરાયણના મોડી સાંજે પોતાના ટુ-વ્હીલર પર કામ અર્થે જઈ રહ્યા હતા, ત્યારે અચાનક રસ્તા પર લટકતી પ્રતિબંધિત ચાઈનીઝ દોરી વાગતા તેમની આંખમાં ગંભીર ઈજા પહોંચી હતી. 

ઘટનાની જાણ થતાં જ આસપાસના રાહદારીઓ દ્વારા ઇજાગ્રસ્ત આધેડને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમની સારવાર શરૃ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર દ્વારા ચાઈનીઝ દોરીના વેચાણ અને ઉપયોગ પર પ્રતિબંધ હોવા છતાં પણ શહેરના કેટલાક વિસ્તારોમાં છુપી રીતે ચાઈનીઝ દોરીનું વેચાણ થતું હોવાનો આ ઘટનાથી ખુલાસો થયો છે. સ્થાનિક તંત્ર દ્વારા પ્રતિબંધિત દોરીના વેચાણ પર કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠવા પામી છે.