Gujarat

જામનગરમાં સાંઢીયા પૂલ નજીક એકલવાયું જીવન જીવતા આધેડનું બેશુદ્ધ થઈને મોત

By GS TEAM
16 Nov 20251 min read
TukuTouch Logo
જામનગરના સાંઢીયા પૂલ નજીકના વિસ્તારમાં રહેતા મનસુખભાઈ લાખાભાઈ રાઠોડ નામના 55 વર્ષના આધેડ કે જેઓ એકલવાયું જીવન જીવતા હતા અને તેઓના છુટાછેડા થઈ ગયા હતા. ઉપરાંત પોતે દારૂ પીવાની ટેવ વાળા પણ હતા. તેઓ ગઈકાલે એકાએક બેશુદ્ધ બનીને ઢળી પડ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં સાંઢીયા પૂલ નજીક એકલવાયું જીવન જીવતા આધેડનું બેશુદ્ધ થઈને મોત

જામનગરના સાંઢીયા પૂલ નજીકના વિસ્તારમાં રહેતા મનસુખભાઈ લાખાભાઈ રાઠોડ નામના 55 વર્ષના આધેડ કે જેઓ એકલવાયું જીવન જીવતા હતા અને તેઓના છુટાછેડા થઈ ગયા હતા. ઉપરાંત પોતે દારૂ પીવાની ટેવ વાળા પણ હતા. તેઓ ગઈકાલે એકાએક બેશુદ્ધ બનીને ઢળી પડ્યા હતા.

જેઓને સારવાર માટે જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેઓનું મૃત્યુ નિપજયું હોવાનું જાહેર કર્યું હતું. આ બનાવ અંગે જીતેશભાઈ દેશુરભાઈ રાઠોડ એ પોલીસને જાણ કરતાં એએસઆઈ કે આર પરમાર જીજી હોસ્પિટલમાં દોડી ગયા હતા અને તેઓના મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.