Gujarat
બે બાઇક અથડાતા ભૂતેશ્વર ગામના આધેડનું મોત
By GS TEAM
26 Oct 20251 min read

- ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામના કટીંગના નાળા પાસે
- આધેડ બાઇક લઈને જતા હતા ત્યારે અકસ્માત સર્જાયો
ભાવનગર : ઘોઘા તાલુકાના ભૂતેશ્વર ગામના કટીંગના નાળા પાસે મોટરસાયકલ અને બાઈક અથડાતા આધેડનું મોત નિપજ્યું હતું.
ઘોઘા તાલુકાના માલપર ગામે રહેતા ભીખુભાઈ કેશુભાઈ રાઠોડ પોતાનું બાઈક લઈને ઘર તરફ આવતા હતા તે દરમિયાન ભૂતેશ્વર કટીંગના નાળા પાસે પાછળથી મોટરસાયકલ સવારે પોતાનું વાહન પુરઝડપે અને બેફિકરાઈથી ચલાવી ભીખાભાઈ ના બાઈક સાથે અથડાવી દેતા ભીખુભાઈને ગંભીર ઇજા થતા ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમનું મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે મૃતકના પુત્ર અજયસિંહે બાઈક ચાલક વિરૂધ્ધ ઘોઘા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









