- ભાવનગરની હોસ્પિટલે પરિવારજનોના ટોળા ઉમટયા
- દુકાન પાસે મોટરસાયકલ પાર્ક કરવા મામલે બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ હતી
ગઢડાના કામમાં કાંઠે હુડકો સોસાયટીમાં રહેતા મુનાજભાઈ અહેમદભાઈ તરકવાડીયાની ખટકી વાડ ખાતે આવેલી મટનની દુકાનની બાજુમાં યુનુસ ઓસમાણભાઈ તરકવાડિયાની દુકાન આવેલ હોય અને મુનાજભાઈએ દુકાન પાસે મોટાસાયકલ પાર્ક કરવા બાબતે મુનાજભાઈ તથા તેના પિતા સાથે બોલાચાલી ઝઘડો કરી ગાળો આપી પિતા અહેમદભાઈને માથાના ભાગે લોખંડના પાઇપનો ઘા ઝીંકી ગંભીર ઈજા પહોંચાડી હતી. તથા મહેબૂબ ઓસમાણભાઈ તરકવાડીએ મુનાજભાઈને લોખંડના પાઇપ વડે માર મારી મુંઢ ઈજા પહોચાડી હતી.સમારમારીમાં ઇજા પામેલા ઇજાગ્રસ્ત અહેમદભાઈ તરકવાડીયાને ગંભીર ઇજાઓ થતા સારવાર માટે ભાવનગરની સર ટી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા જ્યાં આજે અહેમદભાઈનું મોત નીપજતા મારા મારી ના બનાવ હત્યામાં પરિણમ્યો હતો.ગઢડા પોલીસે જેતે સમયે ક્રોસ કેમ્પ્લેન નોંધી હતી.જ્યારે ગઢડા પોલીસે હત્યાનું કલમનો ઉમેરો કરી આગળની તપાસ હાથ ધરી છે.ભાવનગરની સર ટી હોસ્પિટલે પરિવાર જનોના ટોળે ટોળા ઉમટી પડયા હતા.
પરિવારનો મૃતદેહ સ્વીકારવા ઇનકાર
આ સમગ્ર મામલે મૃતકના પુત્ર મુનાજભાઈ એ જણાવ્યું હતું કે સાત ઈસમે માર મારી પિતા અહેમદભાઈનું મોત નિપજાવ્યું છે. પરંતુ ગઢડા પોલીસે માત્ર બે લોકો સામે ફરિયાદ નોંધી હતી.અને જ્યાં સુધી ફરિયાદમાં સાત આરોપીના નામ ઉમેરવામાં નહીં આવે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવામાં આવશે નહીં અને અંતિમ ક્રિયા પણ કરવામાં નહીં આવે તેમ જણાવ્યું હતું.


