Gujarat

પરવાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં આધેડનું મોત

By GS TEAM
27 May 20261 min read
પરવાળા નજીક સર્જાયેલા અકસ્માતમાં આધેડનું મોત

કાર ચાલકે અડફેટેે લેતા અકસ્માત સર્જાયો

આધેડ મંદિરે જઈ રહ્યાં હતા, ઉમરાળા પોલીસમાં કાર ચાલક સામે ગુનો

ભાવનગરઉમરાળા તાલુકાના પરવાળા ગામની સીમમાં કારે અડફેટે લેતા બાઈક ચાલક આધેડનું કરૃણ મોત નિપજ્યું છે. બનાવ અંગે ઉમરાળા પોલીસ મથકમાં કાર ચાલક સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

ઉમરાળા તાલુકાના પરવાળા ગામે રહેતા હિંમતભાઈ તળશીભાઈ વનાળીયાએ ઉમરાળા પોલીસ મથકમાં જીજે-૧૪-બીએ-૪૨૫૬ નંબરની કારના ચાલક સામે  ફરિયાદ નોંધાવી હતી. જેમાં તેમના ભાઈ ગોરધનભાઈ (ઉ.વ.૫૫) પોતાનું મોટર સાયકલ લઈને ગત રોજ પરવાળાથી મેલડી માતાના મંદિરે જતાં હોય ત્યારે પરવાળા ગામની સીમમાં ખારાવાળા મેલડી માતાજીના મંદિર સામે ઉક્ત કારે તેમની મોટર સાયકલ સાથે અકસ્માત સર્જી ગંભીર ઈજા પહોંચાડતા તેમને સારવાર માટે ઉમરાળા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યાં હતા. બનાવ અંગે ઉમરાળા પોલીસે ગુનો નોંધ્યો છે.