ખેડા જિલ્લામાં અકસ્માતના 5 બનાવમાં આધેડનું મોત
- પોલીસે ગુના નોંધીને વધુ તપાસ હાથ ધરી
- નડિયાદ શહેરમાં વિવિધ સ્થળોએ અકસ્માતોમાં 7 વ્યકિતને ઇજા થતા સારવાર માટે ખસેડાયા
મહેમદાવાદની ખાત્રક ચોકડીથી ખેડા રોડ પર સરસ્વતી પાટિયા પાસે તા.૨૪.૪.૨૦૨૫ના રાત્રે મયુર નટુ ઝાલા બાઇક લઇને જતા હતાય ત્યારે અજાણ્યા શખ્સે વાહન ચાલકને ટક્કર મારી હતી. ઇજાગ્રસ્ત અજાણ્યા શખ્સને સારવાર માટે અમદાવાદ ખસેડતા મોત નિપજ્યું હતું. આ મામલે મહેશ નટુ ઝાલાએ મહેમદાવાદ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.
નડિયાદના સુરાશામળમાં રહેતા લાલજી ઉર્ફે એલ.કે. ઝાલા અને તેમના ભત્રિજા સુરેશ ઝાલા બાઇક પર દેવનગરમાં શાકભાજીના બાકી પૈસા લેવા ગયા હતા ત્યારે બાઇક પર પરત આવતા સુરા શામળ મોટી કેનાલ પાસે રોડ પર શ્વાન આવી જતા બ્રેક મારતા લાલાજી ઝાલા રોડ પર પડતા ઇજા થઇ હતી.
નડિયાદના અમરનાથ સોસાયટીમાં રહેતા હેત રાજેન્દ્ર પટેલ બપોરે એક્ટિવા લઈ તેના પપ્પાને ટિફિન આપવા જતો હતો આ દરમિયાન કોર્ટ સામે મોટરસાયકલ ચાલકે રોડ ક્રોસ કરી એકટીવા સાથે અથડાવતા હેત પટેલને ઈજા થઈ હતી.
આ ઉપરાંત નડિયાદના કબીરપુરામાં રહેતા પ્રકાશ ખેંગાર સરગરા મારવાડી તેના ભાઈ મુકેશ દરગાજી મારવાડીની મોટર સાયકલ પર ડુમરાલથી નડિયાદ આવતા હતા ત્યારે મુકેશભાઈ દરગાજી મારવાડી નશો કરેલી હાલતમાં હોવાથી સામેથી આવતી એક્ટિવા સાથે અથડાવી હતી. જેથી બંને વાહનના ચાલક મુકેશ દરગાજી, પ્રકાશ ખેંગાર સરગરા તેમજ એક્ટિવા ચાલક દીપક નવરોજીને ઈજા થતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવ અંગે પ્રકાશ ખેંગાર સરગરાએ ફરિયાદ નોંધાવી છે.
નડિયાદના અરેરીની મુવાડીમાં રહેતા ડાયાભાઈ સોઢાની દીકરી આરતી વરઘોડો જોવા ગઈ હતી. આ દરમિયાન થાકી જતાં રોડની ડિવાઇડરની પાળી પર બેઠી હતી ત્યારે ઉભી થવા જતા ટ્રક ચાલકે આરતીના પગ ઉપર ટ્રકનું પાછળનું ટાયર ચડાવી દેતા ઇજા થઈ હતી.આ અકસ્માત સર્જાતા ટ્રક ચાલક ટ્રક મૂકી નાસી ગયો હતો. આ બનાવ અંગે ડાયાભાઈ જૂગાભાઈ સોઢાની ફરિયાદ આધારે નડિયાદ ગ્રામ્ય પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.