Gujarat

ગઢુલા નજીક કારે અડફેટે લેતા આધેડનું મોત, અન્ય એકને ઈજા

By GS TEAM
15 Jun 20251 min read
ગઢુલા નજીક કારે અડફેટે લેતા આધેડનું મોત, અન્ય એકને ઈજા

- સોનગઢ પોલીસ મથકમાં ગુનો નોંધાયો

- મજુરીના પૈસા લેવા પગપાળા જઈ રહેલા બે શ્રમિકોને અડફેટે લઈ કાર ચાલક ફરાર

ભાવનગર : ભાવનગર-રાજકોટ હાઈ-વે પર ગઢુલા ગામે પાસે પગપાળા જઈ રહેલા બે શ્રમિકોને અજાણ્યા કાર ચાલકે અડફેટે લેતાં એકનું મોત નિપજ્યું છે. જ્યારે અન્ય એકને ઈજા પહોંચી છે. 

બનાવની વિગત એવી છે કે, મહિસાગર જિલ્લાના બાલાસિનોર તાલુકાના વેરાશા ગામના વતની અને હાલ ગઢુલા ગામે રહેતા રમેશભાઈ મણીભાઈ નાયકે સોનગઢ પોલીસ મથકમાં અજાણ્યા કાર ચાલક વિરૂદ્ધ ફરિયાદ નોંધાવી હતી કે, ગતરોજ સાંજના છ કલાકના અરસામાં અરવિંદભાઈ કાળુભાઈ નાયક અને જીવાભાઈ ઝાલા બન્ને પગપાળા મજુરીની દાડી લેવા ગયા હતા. જયાં રાત્રિના સાડા નવ કલાકના અરસામાં તેમની વાડી નજીક અજાણ્યા કાર ચાલકે અરવિંદભાઈ અને જીવાભાઈને અડફેેટે લઈ અકસ્માત સર્જી નાસી છૂટયો હતો. અકસ્માત બાદ ઈમર્જન્સી ૧૦૮ને જાણ કરતા ૧૦૮ના સ્ટાફે અરવિંદભાઈ કાળુભાઈ નાયક (ઉ.વ.૪૮)ને મરણ જાહેર કર્યાં હતા. જ્યારે અકસ્માતમાં ઈજા પામેલા જીવાભાઈને સારવારાર્થે ભાવનગર સર ટી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જયાં તેમની સ્થિતિ ગંભીર હોવાનું માનાય રહ્યું છે. આ અંગે સોનગઢ પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.