Get The App

અમરોલીમાં બાઇકને કારે ટક્કર મારતા આધેડનું મોત

Updated: Sep 27th, 2024

GS TEAM

Google News
Google News
અમરોલીમાં બાઇકને કારે ટક્કર મારતા આધેડનું મોત 1 - image


- કીમમાં નોકરી જતી વખતે રાજેશભાઇ વેગડનેઅકસ્માત નડયો

    સુરત,:

 કિમ ખાતે કંપનીમાં નોકરી જતી વખતે અમરોલીમાં આઉટર રિંગરોડ પર આજે શુક્રવારે સવારે બાઇકને કારે ટક્કર મારતા ગંભીર ઇજા થતા આધેડનું ઘટના સ્થળે મોત નીંપજયું હતું.

સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ ચોકબજારના વેડ રોડ પર ઓમ વિધ્નશ્વર એપાર્ટમેન્ટમાં રહેતા ૫૩ વર્ષીય રાજેસભાઇ મધુભાઇ વેગડ આજે શુક્રવારે સવારે બાઇક પર કિમખાતે કંપનીમાં નોકરી જવા નીકળ્યા હતા. તે સમયે અમરોલીમાં આઉટર રિંગરોડ પર વરીયાવ ત્રણ રસ્તા પાસે પુરપાટ હંકારતા કાર ચાલકે બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો તો. જેમાં તેને ગંબીર ઇજા થતા ધટના સ્થળે કમકમાટી ભર્યુ મોત નીંપજયું હતું. જયારે રાજેશભાઇ મુળ  અમરેલીમાં ધારીના વતની હતા.  તેમને સંતાનમાં એક પુત્ર છે. આ અંગે અમરોલી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.ો

Tags :