ધોળકાના પીસવાડા ગામમાં કોંગો ફીવરથી આધેડ પશુ પાલકનું મોત
પશુઓથી
માણસમાં ફેલાતી બીમારીને લઇ આરોગ્ય તંત્ર એલર્ટ
આરોગ્ય
વિભાગની પાંચ ટીમે ૧૬૮ ઘરમાં તપાસ હાથ ધરી ૯૦૦ લોકોના આરોગ્યની તપાસ હાથ ધરી ઃ
પશુઓના વાડાની સફાઇ અને દવાનો છંટકાવ કર્યો
બગોદરા -
ધોળકા તાલુકાના પીસાવાડા ગામમાં 'ક્રિમિઅન-કોંગો
હેમોરહેજિક ફીવરદ (સીસીએફઓફ-ભભલ્લખ)થી ૫૦ વર્ષીય આધેડ પશુ પાલકનું મોત નિપજતા
આરોગ્ય તંત્ર એલર્ટમાં આવી ગઇ છે. આ જીવલેણ રોગના કારણે ગામમાં ભયનો માહોલ ફેલાયો
છે. સંક્રમિત પ્રાણીઓના રક્તના સંપર્કમાં આવવાથી કે તેનું માંસ ખાવાથી આ બીમારી
મનુષ્યોમાં ફેલાય છે. હાલ આરોગ્ય વિભાગની પાંચ ટીમે ૧૬૮ ઘરમાં તપાસ હાથ ધરી ૯૦૦
લોકોના આરોગ્યની તપાસ હાથ ધરી છે.
ધોળકા
તાલુકાના પીસાવાડા ગામના ભરવાડ વાસમાં રહેતા ૫૦ વર્ષીય પશુપાલક રાઘુભાઈ કડવાભાઈ
ભરવાડનું સીસીએફઓફ રોગના કારણે દુઃખદ અવસાન થયું છે. આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા
આરોગ્ય વિભાગ અને તાલુકાની ટીમો તાત્કાલિક ધોરણે પીસાવાડા ગામ પહોંચી ગઈ હતી.
આરોગ્ય
વિભાગની પાંચ ટીમોએ ગામમાં સર્વેલન્સ હાથ ધર્યું છે. અત્યાર સુધીમાં ૧૬૮ ઘરોની
મુલાકાત લઈ ૯૦૦ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે. જે ઘરમાં સીસીએફઓફનો કેસ
નોંધાયો છે તેની આસપાસના ૩૬ ઘરોમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ૨૨
જેટલા પશુઓના વાડાઓની સફાઈ અને દવાનો છંટકાવ પણ કરવામાં આવ્યો છે.
વહીવટી
તંત્ર દ્વારા પશુઓમાં આ રોગનો ફેલાવો અટકાવવા માટે પણ તાત્કાલિક પગલાં લેવામાં
આવ્યા છે. પશુ આરોગ્ય વિભાગની ટીમે ગામના પશુઓ પર રહેલી ઈતરડીઓને દૂર કરવા માટે
દવાનો છંટકાવ અને ઇન્જેક્શન આપવાનું શરૃ કર્યું છે..
કોંગો
ફીવર શું છે તેના લક્ષણ ક્યારે દેખાય છેઆ વાઈરલ બીમારી એક ખાસ પ્રકારના જંતુ
(મુખ્યત્વે ઈતરડીના કરડવા)થી એક પશુઓમાંથી બીજા પશુઓમાં ફેલાઈ છે.
સંક્રમિત
પશુઓ (ખાસ કરીને ગાય, ભેંસ, ઘેટાં અને બકરા)ના રક્તના સંપર્કમાં આવવાથી તે
તેનું માંસ ખાવાથી આ બીમારી મનુષ્યોમાં ફેલાઈ છે.
જો
કોઈ ચેપગ્રસ્ત પશુને ઈતરડી કરડે અને તે જ ઈતરડી માણસને કરડે, તો આ રોગ માણસમાં
ફેલાઈ શકે છે.
જો
યોગ્ય સમયે આ બીમારીની સારવાર ના કરાવવામાં આવે તો ૩૦% દર્દીઓના મોત થાય છે.
વિશ્વ
સ્વાસ્થ્ય સંગઠન પ્રમાણે,
તેના લક્ષણ દેખાતા ૬થી ૧૩ દિવસનો સમય લાગે છે.
કોંગો
ફીવર ક્યાંથી આવ્યો
આ
બીમારીનો પ્રથમ કેસ ૧૯૪૪માં યુરોપના ક્રીમિયામાં આવ્યો હતો, પરંતુ ૧૯૫૬માં
આફ્રિકાના લોકોના પણ આ વાઈરસ દેખાયો, આથી આ બીમારીનું પૂરું
નામ ક્રીમિયન કોંગો ફીવર રાખવામાં આવ્યું. જો કે, બોલચાલની
ભાષામાં તેને કોંગો ફીવર જ કહેવામાં આવે છે. હવે આ વાઈરસ બીજા દેશોમાં પહોંચી
રહ્યો છે.
pકયા લક્ષણ દેખાય તો અલર્ટ થઇ જવું
આ
વાઈરસથી સંક્રમિત થનારા દર્દીઓમાં તાવની સાથે માંસ પેશીઓમાં દુખાવો, માથાનો દુખાવો અને
ચક્કર આવવા જેવા લક્ષણો દેખાય છે.
કેટલાક
દર્દીઓને સૂર્યના પ્રકાશથી તકલીફ પડે છે અને આંખમાં સોજા રહે છે.
સંક્રમણના
૨થી ૪ દિવસ પછી ઊંઘ ના આવવી,
ડિપ્રેશન અને પેટના દુખાવાની ફરિયાદ પણ આવી ચૂકી છે.
મોં, ગળા અને સ્કિન પર
ફોલ્લીઓ થતા હાર્ટ રેટ પણ વધી શકે છે.