Get The App

ખેલૈયાઓ માટે રાહતના સમાચાર! નવરાત્રિમાં અમદાવાદમાં મોડી રાત સુધી દોડશે મેટ્રો

Updated: Oct 4th, 2024

GS TEAM


Google News
Google News
ખેલૈયાઓ માટે રાહતના સમાચાર! નવરાત્રિમાં અમદાવાદમાં મોડી રાત સુધી દોડશે મેટ્રો 1 - image


Metro On Navratri : રાજ્યમાં નવરાત્રિ દરમિયાન મેટ્રોના સમયમાં વધારાને લઈને મેટ્રો ઓથોરિટી દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાત્રિના 2 વાગ્યા સુધી મેટ્રો શરૂ રાખવામાં આવી છે, ત્યારે નવરાત્રિમાં ખેલૈયાઓમાં ખુશી છવાઈ છે. 

રાત્રિના 2 વાગ્યા સુધી દોડશે મેટ્રો

નવરાત્રિના તહેવારમાં મેટ્રો ઓથોરિટી દ્વારા રાત્રિના 2 વાગ્યા સુધી અમદાવાદમાં મેટ્રો શરૂ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે શહેરમાં ટ્રાફિકની સમસ્યામાં રાહત થશે. આ સાથે શહેરના અલગ-અલગ વિસ્તારોમાં ગરબા આયોજિત કરવામાં આવેલા પાર્ટી પ્લોટ સુધી પહોંચવામાં ખેલૈયાઓ મેટ્રોની મુસાફરી કરીને ત્યાં સુધી જઈ શકશે, જ્યારે રાત્રિના 2 વાગ્યા સુધી મેટ્રો શરુ હોવાથી ઘરે પરત ફરવા માટે પણ મેટ્રોનો ઉપયોગ કરી શકાશે. 

આ પણ વાંચો : જો રાજ્યમાં હેલ્મેટ વિના નિકળશો તો ખેર નહીં... જાણો હાઈકોર્ટે શું આપ્યો આદેશ

રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી દ્વારા રાજ્યમાં નવરાત્રિમાં મોડે સુધી ગરબા શરુ રાખવા સહિત દુકાનોને ખુલ્લી રાખવાની પરવાનગી આપી છે. મોડે સુધી ગરબા રમવા સહિત છૂટ આપતા ગરબા રસિકોના ઉત્સાહમાં વધારો થયો છે. 

Tags :