રવિવારથી સચિવાલય સુધી મેટ્રો રેલ દોડશેઃકર્મચારીઓ માટે રાહત
ઓફિસ ટાઇમને ધ્યાને રાખી અમદાવાદથી ટ્રેન દોડાવાશે
કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કોલેજ, તપોવન સર્કલ,નર્મદા કેનાલ કોબા સર્કલ, સે-૧૦એ એમ સાત નવા સ્ટેશનો પણ શરૃ થશે
અત્યાર સુધી અમદાવાદ મોટેરાથી ગાંધીનગરના સેક્ટર-૧ સુધી
મેટ્રો રેલ દોડી રહી છે. આ રૃટ દરમ્યાન કોટેશ્વર, વિશ્વકર્મા કોલેજ,
તપોવન સર્કલ તથ નર્મદા કેનાલ અને કોબા સર્કલનું સ્ટેશન છેલ્લા ઘણા વખતથી
નિર્માણાધિન હતું તેનું કામ લગભગ પુર્ણ થઇ ગયું છે ત્યારે આગામી રવિવારથી નવા સાત
સ્ટેશનો પણ શરૃ થશે.જેમાં કોટેશ્વર રોડ,
વિશ્વકર્મા કોલેજ, તપોવન
સર્કલ, નર્મદા
કેનાલ, કોબા
સર્કલ, સેક્ટર-૧૦એ
અને સચિવાલયનો સમાવેશ થાય છે. આનાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે સીધી કનેક્ટિવિટી
સ્થપાશે, જે
રોજિંદા મુસાફરોને ટ્રાફિકની સમસ્યાથી રાહત આપશે.
મેટ્રો રેલ કોર્પોરેશનના આ પગલાથી નાગરિકોને આરામદાયક અને
પર્યાવરણને અનુકૂળ પરિવહન સેવા મળશે. નવા રૃટ અને સ્ટેશનોનું સમયપત્રક શનિવાર, ૨૬ એપ્રિલથી
મેટ્રોની વેબસાઇટ ઉપર ઉપલબ્ધ થશે.સચિવાલય સુધી મેટ્રો રેલ સેવા શરૃ થઇ જવાને કારણે
હવે સચિવાલયના કર્મચારીઓ પણ મેટ્રો રેલની સફર કરીને કચેરીઓમાં હાજર થતા જોવા મળશે.
અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની મુસાફરી હવે વધુ ઝડપી, સુગમ અને સુરક્ષિત બનશે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.