Get The App

ગોડાદરામાં માનસિક બિમાર યુવાને ઘરમાં કપડા, સામાન સળગાવી દીધા

Updated: Dec 28th, 2023

GS TEAM


Google News
Google News
ગોડાદરામાં માનસિક બિમાર યુવાને  ઘરમાં કપડા, સામાન સળગાવી દીધા 1 - image


- પરિવારના સભ્યોને પથ્થરો, લાકડી લઈને મારવા દોડયો : ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચે પહેલા યુવાન ભાગી ગયો

સુરત,:

ગોડાદરા વિસ્તારમાં આજે ગુરુવારે સવારે માનસિક બિમાર એક યુવાને પરિવારના સભ્યોને પથ્થરો અને લાકડી લઈને મારવા દોડયા બાદ તેણે ઘરની બહાર કપડાં તથા ચાદર સહિતનો સામાન સળગાવતા ભયનો માહોલ ફેલાઈ ગયો હતો.

ફાયર બિગ્રેડ પાસેથી મળેલી વિગત મુજબ ગોડાદરામાં હેલ્થ સેન્ટર પાછળ આવેલ ક્રિષ્ણા નગરમાં આવેલા એક મકાનમાં આજે ગુરુવારે સવારે આગ લાગવાનો કોલ મળતા ફાયર કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પણ ફાયર પહોચે તે પહેલા આગ આજુ બાજુના લોકોએ બુઝાવી નાખી હતી. ફાયર સુત્રો જણાવ્યું કે, તે ઘરમાં રહેતો એક માનસિક બિમાર યુવાને પરિવારના સભ્યોને લાકડી અને પથ્થરો લઈને મારવા દોડતા હંગામો થઇ ગયો હતો.

જેથી પરિવારજનો ગભરાઇને ઘરની બહાર નીકળી ગયા હતા. બાદમાં તેણે કબાડમાંથી કપડા કાઢી તથા ચાદર સહિતનો સામાન લઈ ઘરના ઓટલા મુકીને આગ લગાડીને સળગાવી દીધો હતો. જેથી ફાયરજવાનો ત્યાં પહોચે તે પહેલા આજુ બાજુના લોકોએ પાણી છટાંવ કરીને આગ ઓલવી હતી. જયારે સ્થાનિક પોલીસ સ્થળ ઉપર પહોંચી હતી.પરંતુ યુવાન ત્યાંથી ભાગી છૂટયો હતો. એવુ ફાયર ઓફિસ મનોજ શુકલાએ જણાવ્યું હતું.

Tags :