સિવિલમાં કોરોના સંદર્ભે માનસિક તકલીફો દૂર કરવા મેન્ટલ હેલ્થ ડેસ્ક
ડેસ્ક પર કોલ કરવાથી ટીમ કાઉન્સેલીંગ કરશે, ફેર નહી પડે તો મનોચિકીત્સક ડોકટર મારફત સારવાર અપાશે
સુરત તા.27.જુલાઇ.2020.સોમવાર
સુરત શહેરમાં કોરોના ઘાતક બની રહ્યો છે તેવા સમયે કોરોનાના દર્દી અને તેમના સંબંધી સહિતના વ્યક્તિઓમાં કોરોના અંગે ભય જોવા મળી રહ્યો છે આવી સ્થિતિમાં લોકોની માનસિક તાણ દુર કરવા મેન્ટલ હેલ્થ ટીમ કાર્યરત કરવામાં આવી છે.
નવી સિવિલ હોસ્પિટલના માનસિક રોગ વિભાગના ડો.કમલેશભાઈ દવેએ જણાવ્યું કેં કોરોનાને લીધે દર્દી કે સગા સંબંધીને સામાન્ય ચિંતા, ગભરામણ, ઉધરસ, માથાનો દુઃખાવો, ઊંઘ કે ભૂખમાં અનિયમિતતા અનુભવવા જેવી તકલીફો જોવા મળી રહી છે. તેથી આ સમસ્યા પણ દુર કરવા કોવિડ હોસ્પિટલમાં હેલ્પ ડેસ્ક શરૃ કરાઇ છે.
અહી કાઉન્સેલીંગમાં ફરક નહી પડે તેવા દર્દીઓનેા મનોચિકીત્સક ડોકટરને રીફર કરી તકલીફ દુર કરાશે. કોવિડ હેલ્પ ડેસ્ક પર કોલ ઉપરાંત રાજ્ય સરકારની હેલ્પલાઇન નંબર-1100 ઉપર પણ મદદ માટે કોલ કરી શકાશે. જ્યાં માનસિક તકલીફ, બાળકોની સમસ્યા, દવા ની સમસ્યા, વિવિધ સમસ્યા દુર કરાશે. અલથાણ કોમ્યુનિટી હોલમાં અટલ સંવેદના કોવિડ કેર આઇસોલેશન સેન્ટરમાં મનોચિકીત્સક ડો.મુકુલ ચોક્સીએ ડોકટરો, નર્સિંગ સ્ટાફ સાથે પરામર્શ અને દર્દીઓ સાથે કાઉન્સેલીંગ કર્યું હતું.
.