Gujarat

મહેસાણા અર્બન બેન્કના CEO વિનોદ પટેલની ધરપકડ, ખોટી રીતે 64 કરોડની લીધી હતી લોન

By GS TEAM
26 Sep 20251 min read
TukuTouch Logo
મહેસાણા અર્બન બેન્કના CEO વિનોદ પટેલની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે. હાલ તેની પૂછપરછ હાથ ધરાઈ છે. બીજલ મહેતા અને તેની પત્ની અમન મહેતાની કંપનીના નામે લોન લીધી હતી.

Summarized by AI; it may make mistakes. Check important info

મહેસાણા અર્બન બેન્કના CEO વિનોદ પટેલની ધરપકડ, ખોટી રીતે 64 કરોડની લીધી હતી લોન

Mahesana News : મહેસાણા અર્બન બેન્કના CEO વિનોદ પટેલની સીઆઈડી ક્રાઈમે ધરપકડ કરી છે. હાલ તેની પૂછપરછ હાથ ધરાઈ છે. બીજલ મહેતા અને તેની પત્ની અમન મહેતાની કંપનીના નામે લોન લીધી હતી.

મહેસાણા અર્બન બેન્કના CEOની ધરપકડ

વર્ષ 2016થી 2023ના સમયગાળા દરમિયાન બાગેશ્રી ઇન્ફ્રા અને ઓમ ઇન્ફ્રા નામની કંપનીના નામે 64 કરોડની બેન્કમાંથી લોન લીધી હતી. CEO તરીકે વિનોદ પટેલે આરોપી બીજલ મહેતાના મેળાપીપણામાં લોન આપી હતી.

આ પણ વાંચો: ગોધરા પોલીસ ચોકીમાં તોડફોડનો કેસ: 30ની ધરપકડ, આરોપીને સ્થળ પર લઈ જઈ રિકન્સ્ટ્રક્શન કરાયું

સત્તાનો દુરૂપયોગ કરી અને આરબીઆઈની ગાઈડલાઈનનો ભંગ કરીને લોન આપવામાં આવી હતી. આ મામલે મહેસાણા અર્બન બેંકની ગાંધીધામ શાખાના મેનેજર પી.ટી.પટેલની પણ ધરપકડ કરી હતી.