Gujarat

મહેસાણામાં ખતરનાક ઘટના: કથિત પ્રેમીએ કારથી ટક્કર મારી યુવતીની કરી હત્યા, એક શંકાના આધારે થયો ભાંડાફોડ

By GS TEAM
9 Dec 20252 mins read
TukuTouch Logo
મહેસાણામાં એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં અકસ્માત, અકસ્માત નહીં પણ 'પ્રી-પ્લાન્ડ મર્ડર' હતું. ફિલ્મી ઢબે અકસ્માતને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ હતો પણ આખરે કથિત કથિત પ્રેમીનો ભાંડો ફૂટી ગયો અને પોલીસ તપાસમાં સત્ય બહાર આવી ગયું.

Summarized by AI; it may make mistakes. Check important info

મહેસાણામાં ખતરનાક ઘટના: કથિત પ્રેમીએ કારથી ટક્કર મારી યુવતીની કરી હત્યા, એક શંકાના આધારે થયો ભાંડાફોડ

Mehsana Accident and Crime Case: મહેસાણામાં એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં અકસ્માત, અકસ્માત નહીં પણ 'પ્રી-પ્લાન્ડ મર્ડર' હતું. ફિલ્મી ઢબે અકસ્માતને કુદરતી મોતમાં ખપાવવાનો પ્રયાસ હતો પણ આખરે કથિત કથિત પ્રેમીનો ભાંડો ફૂટી ગયો અને પોલીસ તપાસમાં સત્ય બહાર આવી ગયું. 

કથિત પ્રેમી પવનનો ફોન આવ્યો..

મહેસાણાના ઊંઝામાં શ્યામ વિહાર ચોકડી તરફ જતા બ્રિજ ઉપરથી અકસ્માતે નીચે પડી ગયેલી 39 વર્ષની મહિલા કેસમાં પોલીસ તપાસમાં નવો વળાંક આવ્યો છે. મૃતક 39 વર્ષીય મૂળ મુંબઈની વતની હતી જે નોકરી અર્થે ગુજરાતમાં આવી હતી. 3 ડિસેમ્બરની રાત્રે આ યુવતી તેના મિત્ર કુમારપાળ સાથે 8 થી 9 વાગ્યાની આસપાસ તે શ્યામવિહાર ચોકડી તરફ જતા બ્રિજ પર બેઠા હતા. જ્યાં તેના કથિત પ્રેમી પવન રાજગોરનો ફોન આવ્યો હતો, જે પાલનપુરનો વતની છે. ફોન સ્પીકર પર હતો એટલે પવનની વાતો યુવતી અને તેનો મિત્ર સાંભળી રહ્યા હતા. જ્યાં યુવતીને પવન રાજગોર પાસેથી ચેન અને પૈસા લેવાના હતા જે બાબતે યુવતીના મિત્ર કુમારપાળે ફોન લઈ ઉગ્ર બોલાચાલી અને ગાળાગાળી કરી હતી. 

'તે મારી લવર છે'

જે બાદ પવને ફોન કાપી નાખ્યો હતો. અને બે મિનિટ બાદ અચાનક કાર લઈને આવી એક્ટિવાને જોરથી અડફેટે લીધું હતું. ટક્કર એટલી ભયંકર હતી કે યુવતી ઊંચા બ્રિજ પરથી નીચે પટકાઈ હતી અને મોતને ભેટી હતી. લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. ત્યારે ડંફાસ મારવા પવન ગાડી લઈને પરત ફર્યો હતો અને જોરશોરથી બૂમો પાડી હતી કે 'તે મારી લવર છે', બાદમાં લોકોનો રોષ જોતાં તે કાર પડતી મૂકીને ભાગી છૂટયો હતો. આ કેસને અકસ્માતમાં ખપાવવા પહેલાં પવન રાજગોરે યુવતીને ઓવરબ્રિજ ઉપરથી નીચે પડી જતાં મોત થયું હોવાની નાટક કર્યું હતું. 

પતિને શંકા, ફોન કટ કર્યો અને ફરિયાદ નોંધાવી

મૃતક યુવતીને એક દીકરો છે અને તેનો પતિ મુંબઈમાં જ રહે છે. પોલીસે અકસ્માતની જાણ કરવા દીકરાને ફોન કર્યો હતો.  બાદમાં દીકરાએ પિતાને રડતાં રડતા સમગ્ર ઘટના જણાવતા કહ્યું હતું કે મમ્મીને કોઈ કારવાળાએ ટક્કર મારી છે, ઘડીના છઠ્ઠા ભાગે જ પતિને શંકા ગઈ અને પવન રાજગોરને ફોન કર્યો હતો જેને કાપી નાખતા શંકા હત્યાની આશંકામાં ફેરવાઇ હતી. જેથી ઊંઝા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. 

આ પણ વાંચો: કચ્છના ઈશ્વર આશ્રમના વિવાદ મામલે હાઈકોર્ટનો મહત્ત્વનો નિર્દેશ, અંતિમ આદેશ સુધી હાલના મહંત કરશે સંચાલન

આરોપી જેલના સળિયા પાછળ

પતિની ફરિયાદ અને મોબાઈલ કોલ ડિટેલ્સના આધારે ઊંઝા પોલીસે ગણતરીના કલાકોમાં કેસ ઉકેલી દીધો હતો અને અકસ્માત નહીં પણ સુનિયોજીત હત્યા હોવાનો પર્દાફાશ કર્યો હતો. ઊંઝા પોલીસે આરોપી પવન રાજગોરની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.