મહેસાણાના યુવકની દિલ્હી એરપોર્ટ પર ધરપકડ: ડંકી રૂટથી અમેરિકા જઈ ફેક પાસપોર્ટથી પરત આવ્યાનો આરોપ
File Photo |
Gujarat News: મહેસાણા નિવાસી 40 વર્ષીય એક વ્યક્તિ જેણે ગેરકાયદે ડોન્કી રૂટ દ્વારા અમેરિકામાં પ્રવેશ કર્યો હતો અને વર્ષો સુધી કોઈપણ દસ્તાવેજ વિના ત્યાં રહેતો હતો. હવે આ વ્યક્તિને નકલી પાસપોર્ટ દ્વારા ભારત પરત ફરવાના પ્રયાસ દરમિયાન દિલ્હીના IGI એરપોર્ટ પરથી ઝડપી લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ ધારીના દૂધાળા નજીક પૂર્વ ધારાસભ્ય પ્રતાપ દૂધાતના કાફલા પર મોડી રાત્રે હુમલાનો પ્રયાસ
દસ્તાવેજ વિના રહેતો હતો અમેરિકા
નોંધનીય છે કે, મૂળ જગુદાન ગામનો રહેવાસી આ વ્યક્તિ પહેલીવાર 2018માં કાયદાકીય રીતે વિયેતનામ ગયો હતો અને એટલાન્ટા પહોંચતા પહેલાં 15 મહિના ગેરકાયદે રસ્તાઓ પર ફરતો હતો. ત્યાં તે કોઈપણ દસ્તાવેજ વિના રહેતો અને નાનું-મોટું કામ પણ કરતો હતો. જોકે, બાદમાં ડોનાલ્ડ ટ્રમ્પ જ્યારે બીજીવાર પ્રમુખ બન્યા અને ગેરકાયદે પ્રવાસીઓને ડિપોર્ટ કરવાનું અભિયાન શરૂ કર્યું તો કાર્યવાહીના ડરથી તેણે પોતાની વાપસીની સુવિધા માટે 2020માં હિમાચલ પ્રદેશ નિવાસીના નામે નકલી પાસપોર્ટ બનાવડાવ્યો હતો.
આ પણ વાંચોઃ અમદાવાદમાં 5 વર્ષમાં રૂ.549 કરોડનું આંધણ છતાં હવા અશુદ્ધ!, એર ક્વોલિટી ઈન્ડેક્સ 345
દિલ્હી એરપોર્ટ પર કરાઈ ધરપકડ
જોકે, 8 સપ્ટેમ્બરે જ્યારે તે પરત ફરતો હતો ત્યારે IGI એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓએ પાસપોર્ટ તપાસ્યો. ત્યારે જાણ થઈ કે, પાસપોર્ટ નકલી છે અને તેની ધરપકડ કરી દેવામાં આવી. હાલ આરોપી સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 318(4), 336(3) અને 340(2) અને પાસપોર્ટ એક્ટની કલમ 12 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.