મહેસાણામાં ચોંકાવનારી ઘટના : શાળા મંદિર અને ગામનો વિસ્તાર વેચી માર્યો, બે NRI સહિત 14 સામે ગુનો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Mehsana Land Scam: કડી તાલુકાના વડાવી (તરસનીયા) ગામની સીમમાં આવેલી બે જમીનોના વેચાણ દસ્તાવેજની નોંધણી એક વર્ષ અગાઉ કરવામાં આવી હતી. જોકે, એ સમયે પ્રાથમિક શાળાના આચાર્યની વાંધા અરજી અને તલાટીના જવાબના આધારે એક ચોંકાવનારો ઘટસ્ફોટ થયો હતો કે, આ વિવાદિત જમીન પર તરસનીયા પ્રાથમિક શાળા, નીલકંઠ મહાદેવનું મંદિર, તબેલો, આંગણવાડી અને રહેણાંક પાકા મકાનો આવેલાં છે, તેમજ 30થી વધુ વૃક્ષો પણ ઊભાં છે.
ખોટી માહિતીને દર્શાવીને સરકારી અધિકારીને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય આચર્યું હતું
તંત્ર દ્વારા કરવામાં આવેલી ચકાસણીમાં સામે આવ્યું છે કે, જમીન વેચનાર અને ખરીદનાર બંને પક્ષોએ ખેતીલાયક જમીનના ખોટા ફોટોગ્રાફ્સ તેમજ ખોટી માહિતીને સાચી દર્શાવીને સરકારી અધિકારીને ગેરમાર્ગે દોરવાનું કૃત્ય આચર્યું હતું. આ મામલે કડીના સબ-રજિસ્ટ્રારે બાવલુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે 14 શખ્સો સામે ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ શરૂ કરી છે.
વાસ્તવમાં, કડી તાલુકાના વડાવી ગામે આવેલા નવા સર્વે નંબર 333 (હે.આ.રે. 1-14-13) અને નવા સર્વે નંબર 197 (હે.આ.રે. 0-16-74) વાળી જૂની શરતની ખેતીની જમીનના વેચાણ દસ્તાવેજ રજૂ કરાયા હતા. તે સમયે માલિકીના પુરાવા જોતાં પ્રાથમિક દ્રષ્ટિએ જમીન ખેતીલાયક હોવાનું અને ટાઈટલમાં કોઈ ખામી ન હોવાનું જણાતાં આશરે એકાદ વર્ષ અગાઉ કડી સબ-રજિસ્ટ્રાર કચેરીમાં આ બંને જમીનના દસ્તાવેજની નોંધણી થઈ ગઈ હતી.
મામલતદાર અને તલાટીની તપાસ
જોકે, આ દસ્તાવેજ સામે તરસનીયા પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા તા. 15-12-2025ના રોજ વાંધા અરજી સબમિટ કરવામાં આવી હતી. ત્યારબાદ કડી મામલતદારના પત્ર અને વડાવીના તલાટી કમ મંત્રીના રૂબરૂ જવાબના આધારે તપાસ કરતાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, સર્વે નંબર 333વાળી વિવાદિત જમીન પર તો પ્રાથમિક શાળા, નીલકંઠ મહાદેવનું મંદિર, તબેલો, આંગણવાડી અને પાકાં મકાનો આવેલાં છે, તેમજ 30થી વધુ વૃક્ષો પણ ઊભાં છે.
ફોટો બદલીને આચર્યું કાવતરું
આમ, જમીન વેચનાર અને ખરીદનારાઓએ કાવતરું રચીને મૂળ ફોટોગ્રાફ્સના બદલે અન્ય જગ્યાના ખોટા ફોટા રજૂ કરીને નોંધણી અધિનિયમ 1908ની કલમ-82નો ભંગ કર્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સાબિત થયું હતું. આથી બંને પક્ષકારો વિરૂદ્ધ કલમ-83 હેઠળ ફોજદારી કાર્યવાહી કરવાની મંજૂરી મળતાં જ કડીના સબ-રજિસ્ટ્રાર જે.બી. પટેલે બાવલુ પોલીસ મથકે વિધિવત ફરિયાદ નોંધાવી હતી.
આ પણ વાંચો:
કોની સામે ગુનો દાખલ થયો
1. પરેશ હર્ષદભાઈ પટેલ રહે, સ્પીંગ વેલી, કર્ણાવટી ક્લબ પાછળ, એસજી હાઈવે, અમદાવાદ
2. રાગીણીબેન સૂર્યકાંત પટેલ રહે, મોન રીપોરા, નંદનવન, વેજલપુર, અમદાવાદ
3. બીરેન સૂર્યકાંત પટેલ રહે, મોન રીપોરા, નંદનવન, વેજલપુર, અમદાવાદ
4. કુશલ સૂર્યકાંત પટેલ રહે, મોન રીપોરા, નંદનવન, વેજલપુર, અમદાવાદ
5. વર્ષાબેન સૂર્યકાંત પટેલ રહે, સફલ પરિવેશ, પ્રહલાદનગર, અમદાવાદ
6. ચિરાગ સતીશભાઈ પટેલ રહે, સફલ પરિવેશ, પ્રહલાદનગર, અમદાવાદ
7. મૌલી સતીશભાઈ પટેલ રહે, એબોટ્સફોર્ડ, યુએસએ
8. વિનીતા રમેશભાઈ પટેલ રહે, મુંબઈ
9. મોનિકા રમેશભાઈ પટેલ રહે, કેનેડા
10. નીખીલ રમેશભાઈ પટેલ રહે, મુંબઈ
11. મીનલ ગીરીશભાઈ પટેલ રહે, મુંબઈ
12. રાહુલ ગીરીશભાઈ પટેલ રહે, મુંબઈ
13. સમીર ગીરીશભાઈ પટેલ રહે, મુંબઈ
14. મિલન સુરેશભાઈ પટેલ રહે, અમદાવાદ









