Get The App

માંડલ પંથકમાં 5, 7 દિવસના વરસાદી માહોલ બાદ મેઘરાજાએ વિરામ લીધો

Updated: Sep 10th, 2025

GS TEAM

Google News
Google News
માંડલ પંથકમાં 5, 7 દિવસના વરસાદી માહોલ બાદ મેઘરાજાએ વિરામ લીધો 1 - image


3, 4 દિવસ બાદ ખેતીનો સર્વે થઈ શકેઃ ખેતીવાડી વિભાગ

તડકો નીકળતાં પાણી ઓસર્યા ઃ નીચાણવાળા સીમ વિસ્તારોમાં પાણી ભરાયાં, ખેડૂતોમાં પાક નુકસાનીનો ડર

માંડલરાજ્યમાં વરસાદનો વધુ એક રાઉન્ડ પુરો થયો અને પાંચ સાત દિવસના મેઘાવી માહોલ બાદ અનેક જિલ્લાઓમાં વરસાદે સોમવાર બપોર પછીથી વિરામ લઈ લીધો હતો. અમદાવાદ ગ્રામ્યના લગભગ તાલુકાઓમાં સોમવારે સવારે હળવો વરસાદ તો ક્યાંક ઝરમર વરસાદ બાદ મેઘરાજાએ વિરામ લઈ લીધો હતો. માંડલ પંથકમાં પણ આગાહીઓને પગલે છેલ્લાં પાંચ સાત દિવસથી હવામાનમાં પલટો અને બે દિવસ તો ભારે પવનના સુસવાટા સાથે વરસાદે ભુક્કાં બોલાવ્યાં હતાં.

વરસાદ થતાની સાથે માંડલ અને ગ્રામ્ય વિસ્તારોમાં ઠંડકનું પ્રમાણ પણ વધ્યું હતું. પરંતુ મંગળવારથી સંપુર્ણપણે વરસાદ બંધ રહી જતાં વિસ્તારમાં તડકો નીકળ્યો જેથી રોડ-રસ્તાઓ ઉપર, પાણીના ભરાયેલા ખાબોચીયાં તેમજ નીચાણવાળા રહીશ વિસ્તારમાં ભરાયેલાં પાણી ઓસર્યા હતાં. બે દિવસ ભારે વરસાદને પગલે તાલુકાના કેટલાંક નીચાણવાળા સીમખેતી વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યાં છે તો કેટલાંક ખેતરોમાં પાણી નહીંવત હોવાથી આવનારા પાકોમાં કોઈ અસર થવાની નથી. હાલ માંડલ તાલુકામાં કુલ ૩૧ હજાર હેક્ટરમાં કપાસ, અડદ, દિવેલા, મઠ સહિતના પાકો અને એમાંથી ૧૭ હજાર હેક્ટરમાં સૌથી વધુ તુવેરનું વાવેતર ધરતીપુત્રોએ કરેલ છે.

 

માંડલના દસાડા રોડ પરના ખેતરોમાં પાણી વધુ ભરાયા

ખેતીવાડી વિભાગે જણાવ્યું કે, તાલુકા મથક માંડલની દસાડા રોડ ઉપર આવેલો સીમ વિસ્તાર તેમજ ગ્રામ્યમાં કડવાસણ, નવાગામ, રખીયાણા, ટ્રેન્ટ, નાનાઉભડા, રીબડી, વરમોર, વિઝુવાડા, દાલોદ અને કુલપુર સહિતના સીમોના વિસ્તારો કે જે નીચાણવાળા ભાગમાં આવેલ છે જેથી બે ત્રણ દિવસ વરસાદને પગલે આ વિસ્તારોના કેટલાંક ખેતરોમાં મધ્યમ તો કેટલાંક ખેતરોમાં વધુ પ્રમાણમાં વરસાદી પાણી ભરાઈ ગયેલ છે. હવે વરસાદી પાણીની જરૃર નહીંવત છે અને જરૃર પડયે ખેડૂતો કેનાલના પાણીનો પણ ઉપયોગ કરે છે.

 

ખેતરમાં પાણી સુકાઇ ગયા બાદ નુકસાનીનો તાગ મળશેઃ ખેતીવાડી વિભાગ

ખેતીના પાકોને સુરક્ષિત રાખવા મેઘરાજાએ ખેડૂતોની પ્રાર્થના સાંભળી લીધી હોય એમ અત્યારે મેઘાએ ફરી એકવાર વિરામ લઈ લીધો છે. ખેતીવાડીના અધિકારીએ વધુમાં જણાવેલ કે, હાલ વિસ્તારમાં નીચાણવાળા ખેતરો પાણીથી ભરાયેલાં છે. જેથી પાકોની નુકશાની છે કે કેમ તે અત્યારે જાણી શકાય નહીં બે ચાર દિવસ વાતાવરણ ખુલ્લું રહે, તડકો રહે ખેતરોમાં પાણી સુકાઈ જાય ત્યારબાદના સર્વે પછી વિસ્તારના સીમ વિસ્તારમાં ચાલુ વર્ષના પાકોમાં નુકશાન છે કે કેમ તે ખ્યાલ આવશે.

Tags :