Get The App

માંડલ શહેરને મોડી રાત્રે મેઘરાજાએ ઘમરોળ્યું, ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ

Updated: May 30th, 2025

GS TEAM


Google News
Google News
માંડલ શહેરને મોડી રાત્રે મેઘરાજાએ ઘમરોળ્યું, ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ 1 - image


વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ થ બફારાથી ત્રસ્ત લોકોએ હાંશકારો વેઠયો

માંડલ -  આ વર્ષે રાજ્યમાં ચોમાસું વહેલું અને પાછળના કેટલાંક વર્ષો કરતાં વરસાદની માત્રા પણ વધારે નોંધાવવાની હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે અને દરિયાકિનારાઓ પણ ગાંડાતુર બન્યાં છે આ બધાની વચ્ચે પુનઃએકવાર અમદાવાદ ગ્રામ્ય વિસ્તારોમાં બુધવારે સાંજે વાતાવરણમાં પલટો અને માંડલ તથા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રે લગભગ ૨.૩૦ કલાક પછીના સમયે ભારે પવન ફૂંકાયો અને બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ પડયો હતો. રાત્રે વરસાદ નોંધાતાં થોડો સમય માટે વીજળી પણ ગુલ થવા પામી હતી. માંડલ શહેર સહિત ગ્રામ્યના વિવિધ ભાગોમાં મોડી રાત્રે થયેલ વરસાદને પગલે નીચાણવાળા સીમ વિસ્તારોમાં પાણી ભરાયાં, હવે ખેતીકામની શરૃઆતમાં પણ ધરતીપુત્રોને વરસાદના કારણે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જોકે અગાઉના વરસાદ પછી ગરમી પણ ઉકળાટ પણ વધારે પ્રમાણમાં જોવા મળ્યો, સતત બફારાથી પ્રજા ત્રસ્ત હતી જોકે ફરી રાત્રે સારો વરસાદ થતાં વહેલી સવારે વાતાવરણમાં ઠંડક પ્રસરી અને દિવસભર વાતાવરણ ઠંડુ અને ગરમીનું પ્રમાણ ઘટયું હોવાથી લોકોએ રાહતનો અનુભવ કર્યો હતો.માંડલ શહેરને મોડી રાત્રે મેઘરાજાએ ઘમરોળ્યું, ગ્રામ્ય વિસ્તારોમાં પણ પવન સાથે વરસાદ 2 - image

Tags :