Gujarat

મેઘાણીનગરમાં પ્રેમસંબધ મામલે યુવકને છરીના ઘા મારતા ગંભીર

By GS TEAM
19 Apr 20261 min read
મેઘાણીનગરમાં પ્રેમસંબધ મામલે યુવકને છરીના ઘા મારતા ગંભીર

અમદાવાદ,રવિવાર

શહેરના મેઘાણીનગર ભાર્ગવ રોડ પર શુક્રવારે રાતના સમયે એક યુવક પર પ્રેમસંબધ મામલે છરીથી ઘાતકી હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડીને હત્યાનો પ્રયાસ કરાયાની ઘટના સામે આવી છે. જેમાં યુવતીના ભાઇ સહિત ત્રણ વ્યક્તિઓ  વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.

આ સમગ્ર ઘટનાની વિગતો એવી છે કે  મેઘાણીનગર હનુમાનનગરમાં રહેતા વિવેક યાદવ નામના યુવકને  રામેશ્વર હરીનગર સોસાયટીમાં રહેતી અનુષ્કા નામની યુવતી સાથે પ્રેમ સંબધ હતો. જો કે અનુષ્કાના ભાઇ અનુપ તોમરને સંબધથી વાંધો હોવાથી અવારનવાર તકરાર થતી હતી. શનિવારે રાતના  સમયે વિવેક  તેના મિત્ર સાથે જમવાનું લેવા માટે ગયો હતો ત્યારે ભાર્ગવ રોડ પર અનુપ તોમર, વિશાલ યાદવ અને અંકુશ રાઠોડે વિવેકને રોકીને પ્રેમસંબધ મામલે ધમકી આપી હતી.

ત્યારબાદ છરી કાઢીને વિવેકને કપાળ પર પીઠ પર અને પગમાં ઘા મારીને ગંભીર ઇજાઓ પહોંચાડીને નાસી ગયા હતા. આ અંગે મેઘાણીનગર પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.