ધારીમાં મેગા ડિમોલિશન : 700 દબાણો ઉપર બૂલડોઝર ફરી વળ્યું
બે DY.S.P. 3 P.I, 21 P.S.I, 300 પોલીસ જવાનોના બંદોબસ્ત વચ્ચે વેકરીયાપરાથી લાયબ્રેરી, તુલસીશ્યામ - સરસીયા રોડ સહિતના વિસ્તારોમાંથી દબાણો હટાવાયા : 6 JCB , 20 ટ્રેક્ટરો, 100 જેટલા મજૂરો કામગીરીમાં જોડાયા
ધારી, : ધારી શહેરના ઈતિહાસમા સૌથી મોટા ડિમોલેશનમા 700 જેટલા કોમશયલ દબાણો તથા યોગીજી ચોક ખાતે આવેલી પોલીસ ચોકી પર પણ ખુદ તંત્રનુ બુલડોઝર ફેરવી દેવામા આવ્યુ હતુ.તેમજ સવારથી તંત્ર દ્વારા ડિમોલેશનની કામગીરી ચાલુ કરવામા આવી હતી.આ ડિમોલેશન તહેવારો તથા અનય વખતે ભારે ટ્રાફિક જામ તથા સ્ટેટ નેશનલ હાઇવેનો રસ્તાઓ પર દબાણ હોય આટલુ મોટુ મેગા ડીમોલેશન હાથ ધરવામા આવ્યુ હતુ.
અમરેલી જિલ્લાના ધારી શહેરમાં આજે મેગા ડિમોલેશન કામગીરી હાથ ધરવામાં આવી છે. શહેરના જુદા જુદા વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યા હોય તેની ઉપર બુલડોઝર ફેરવવામાં આવી રહ્યું છે. ખાસ કરીને ધારીમાં રસ્તાઓની બંને સાઈડ ગેરકાયદેસર દબાણો હોવાને કારણે ટ્રાફિકની મોટી સમસ્યા રહેતી હતી. ત્યારે શહેરના તાલુકા પંચાયત કચેરીથી મુછાળા કોલેજ સુધીના મુખ્ય મુખ્ય માર્ગ ઉપર ગેરકાયદેસર દબાણો હટાવવા માટેની તંત્ર દ્વારા કામગીરી હાથ ધરાઈ રહી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. બે ડિવાઇએસપી 3 પીઆઇ 21 પીએસઆઇ અને 350 જેટલા પોલીસ જવાનો આ ડિમોલેશન કામગીરીમાં તેનાત કરાયા હતા.
વિવિધ સરકારી વિભાગોની જમીનો પર અંદાજિત 700 જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરવા કાર્યવાહી હાથ ધરાઈ હતી. શહેરના ગામતળ નેશનલ હાઇવે સ્ટેટ હાઇવે ખોડિયાર સિંચાઈમાં વિસ્તારમાં કરવામાં આવેલ દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરાઇ હતી. દબાણો હટાવતા પહેલા વહીવટીતંત્ર દ્વારા દબાણ દૂર કરવા દબાણકારોને નોટીસ આપવામાં આવી હતી. તે પૈકી ઘણાખરા દબાણો સ્વૈચ્છિક રીતે દૂર કરી દેવાયા હતા.
ડીમોલેશન કામગીરીમાં 6 જેસીબી 20 ટ્રેક્ટર અને 100 જેટલા મજૂરો જોડાયા હતા. આ અંગે તંત્ર એ જણાવ્યુ હતુ કે,ધારીમા 85 ટકા જેટલા દબાણ લોકોએ સ્વયં હટાવી દીધા હતા. તમામ વેપારી સંગઠનોએ પણ આજે ધંધા રોજગાર બંધ રાખી વહીવટ ત્તંત્રને મદદ કરી હતી.આ મેગા ડીમોલેશનમા કોઇ પણ સ્થળે અનિછનીય બનાવ બન્યો નહોતો કે વાદવિવાદ પણ થયો નહોતો. તેથી તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.