Get The App

અલંગમાં મેગા ડિમોલિશન: 35 વર્ષ જૂના 2000થી વધુ દબાણો દૂર કરાશે

Updated: Nov 25th, 2024

GS TEAM


Google News
Google News
અલંગમાં મેગા ડિમોલિશન: 35 વર્ષ જૂના 2000થી વધુ દબાણો દૂર કરાશે 1 - image


Mega demolition in Alang : વિશ્વના સૌથી મોટા શિપબ્રેકિંગ યાર્ડ ગણાતા અલંગ ખાતે વિશ્વરભરમાંથી આવતા શિપને તોડવામાં આવે છે અને શિપમાંથી નીકળતા જૂના માલસામાનનો વેપાર કરવામાં આવી છે. ધીરે ધીરે આ વિસ્તારની સરકારી જમીન પર ગેરકાયદે દબાણ વધતા ગયા, જેના કારણે અનેક સમસ્યાઓ ઉભી થઈ છે. આવા દબાણો હટાવવા અનેક ફરિયાદો અને કેસ થયા. હવે ગુજરાત હાઈકોર્ટના આદેશને ધ્યાનમાં રાખીને સ્થાનિક તંત્રએ અલંગમાં 25 થી 35 વર્ષ જૂના 2000થી વધુ દબાણો દૂર કરવા માટે મેગા ડિમોલિશનની કામગીરી શરુ કરી છે. 

પ્લોટ ધારકોને ન મળી કોર્ટમાંથી રાહત

ભાવનગરના અલંગમાં 30 વર્ષ પહેલાથી સરકારી જમીન પર 150 હેક્ટરમાં 150થી વધુ પ્લોટ પર વેપાર કરવામાં આવે છે. જેમાં અલંગના 150 તેમજ મણાર ગામના 120થી વધુ પ્લોટ ધારકોને પ્લોટ ખાલી કરવા તંત્રએ એક મહિના પહેલા નોટિસ ફટકારી હતી. જેને લઈને 35 જેટલાં પ્લોટ ધારકો મુદત માટે હાઈકોર્ટનો સહારો લીધો હતો, પરંતુ પ્લોટ ધારકોને કોર્ટમાંથી મળી ન હતી. જેથી તંત્ર દ્વારા આજે સોમવારે પોલીસ કાફલા સાથે ડિમોલિશનની કામગીરી હાથ ધરી.

આ પણ વાંચો : નશેડી રીપલ ટ્રાફિકના નિયમોનો ભંગ કરવાની કુટેવ ધરાવે છે, પોલીસ તપાસમાં ખુલી કુંડળી

સરકારી-ગૌચરની જગ્યામાં 25-30 વર્ષથી દબાણ

સ્થાનિક પ્રશાસનનો દાવો છે કે સરકારી અને ગૌચરની જગ્યામાં 25-30 વર્ષથી દબાણો કરવામાં આવ્યા છે. ગુજરાત હાઇકોર્ટ પ્લોટ ધારકોની મુદત વધારવાની માગ કરતી અરજી મંજૂર ન રાખતા આખરે 2000થી વધુ વિવિધ ગેરકાયદે દબાણો હટાવવા માટે ડિમોલિશન શરૂ કરવામાં આવ્યું છે. તંત્રએ 10 JCB, 10 જેટલા ટ્રેક્ટરો અને 70 થી વધુ પોલીસ કર્મચારીઓના કાફલા સાથે સ્થળ પર પહોંચી ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ કરી છે.  

Tags :