Get The App

જામનગર નજીક ગોરધનપરમાં 100 વીઘા સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવા તંત્ર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરાયું

Updated: Dec 3rd, 2025

GS TEAM

Google News
Google News
જામનગર નજીક ગોરધનપરમાં 100 વીઘા સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવા તંત્ર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરાયું 1 - image

Jamnagar Demolition : જામનગર-ખંભાળિયા ધોરી માર્ગ પર ગોરધનપર ગામ પાસે આવેલી આશરે 100 વીઘા સરકારી જમીન ઉપર ગેરકાયદે ખડકાયેલા બાંધકામો દૂર કરવા માટે આજે તંત્ર દ્વારા મેગા ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, અને જામનગર ગ્રામ્ય મામલતદારની ટીમ દ્વારા મેઘા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું છે.

ગોરધન પર નજીક મુખ્ય રોડ પાસે જ આવેલી અતિ કીંમતી 100 વીઘા સરકારી જમીન, કે જેમાં અનેક ગેરકાયદે દબાણો ખડકાઈ ગયા હતા, અને કાચા પાકા મકાનો-હોટલ, ઇટોના ભઠ્ઠા વગેરે ખડકીને દબાણ સર્જી દેવાયું હતું. જે તમામને તંત્ર દ્વારા અગાઉથી નોટિસ આપી દેવાઇ હતી, ત્યારબાદ આજે સવારથી ઉપરોક્ત વિસ્તારમાં 'પીળો પંજો, પડ્યો છે, અને અનેક દબાણો દૂર કરવા માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, જેને લઈને ભારે અફડા તફડી મચી ગઈ છે. સ્થાનિકોના દેકારાની વચ્ચે પોલીસ પેહરો ગોઠવીને ડીમોલેસનની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

જામનગર નજીક ગોરધનપરમાં 100 વીઘા સરકારી જમીન પરના ગેરકાયદે બાંધકામો દૂર કરવા તંત્ર દ્વારા મેગા ડીમોલેશન હાથ ધરાયું 2 - image

ગોરધનપર ગામની સર્વે નંબર 103, 104 અને 105 નંબરની કુલ 100 વીઘા જમીન છે, જેમાં હાલ ખેતી વિષયક ત્રણ દબાણો ખડકી દેવાયા હતા, ઉપરાંત ચાર ઈંટોના ભઠ્ઠા, 10 કાચા પાકા રહેણાક મકાનો, 4 થી 5 નાની હોટલો વગેરે ખડકી દેવાઇ હતી, જે તમામ દબાણોને હટાવવા માટેની આજે મોટાપાયે ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જામનગર ગ્રામ્ય વિભાગના પ્રાંત અધિકારી બ્રિજેશ કાલરીયાના સુપરવિઝનમાં ગ્રામ્ય વિભાગના મામલતદાર એમ.જે.ચાવડા અને તેઓની ટીમ દ્વારા આ કાર્યવાહી કરવામાં આવી રહી છે.