Get The App

અમદાવાદ બાદ જૂનાગઢમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન, 50 કરોડની 16,000 ચો.મી. જમીન ખુલ્લી કરાઇ

Updated: Apr 30th, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદ બાદ જૂનાગઢમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન, 50 કરોડની 16,000 ચો.મી. જમીન ખુલ્લી કરાઇ 1 - image


Mega Demolition in Junagadh: અમદાવાદના ચંડોળા તળાવ ખાતે  બાંગ્લાદેશી નાગરિકો દ્વારા બનાવવામાં આવેલા બે હજાર ઝૂંપડા 150 ગેરકાયદે દબાણ સહિત 2150 ગેરકાયદે દબાણ દુર કર્યા હતા. 60 ટકા કામગીરી પુરી કરાયા બાદ ફરીથી ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરાશે. તો બીજી તરફ આજે (બુધવાર) વહેલી સવારથી જૂનાગઢના ધારગઢ દરવાજા વિસ્તારમાં તંત્ર દ્વારા મેગા ડિમોલિશન કાર્યવાહી હાથ ધરાઇ છે. 3 ડીવાયએસપી, 9 PI, 26 PSI સહિત 260થી વધુનો પોલીસનો સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે. જુનાગઢના ધારગઢમાં 100થી વધુ ગેરકાયદે બાંધકામોને તોડી પાડવામાં આવશે. 


પ્રથમ તબક્કાની ડિમોલિશનની કાર્યવાહીમાં 50 કરોડની જમીન ખુલ્લી કરવામાં આવી છે. 16 હજાર ચોરસ મીટરમાં ડિમોલિશનની કાર્યવાહી કરાઇ છે. આ કાર્યવાહીમાં 10 ટ્રેકટર અને 10 જેસીબીની મદદ લેવાઇ હતી. 

પ્રાંત અધિકારી એસડીએમ ચરણસિંહ ગોહિલના જણાવ્યા અનુસાર દબાણકારો પાસે કોઇપણ પ્રકારના આધાર-પુરાવા ન હતા અને તેમને કલમ 61ની નોટીસ અને 202 અંતગર્ત કાર્યવાહી કરવામાં આવી છે. આ દરમિયાન ડ્રોન દ્વારા સ્થળ નિરિક્ષણ પણ કરવામાં આવ્યું હતું. 


Tags :