Get The App

સુરેન્દ્રનગર પોલીસની 'મેગા કોમ્બિંગ ડ્રાઇવ'- 1193 ગુનેગારોની ચકાસણી

Updated: Nov 25th, 2025

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગર પોલીસની 'મેગા કોમ્બિંગ ડ્રાઇવ'-  1193 ગુનેગારોની ચકાસણી 1 - image

70 ટીમો દ્વારા ગુનેગારોના આશ્રય સ્થાનો પર ચેકિંગ

807થી વધુ આરોપીઓના લોકેશન ટ્રેસ, ૩૧ આરોપીની જેલની પ્રવૃત્તિ પર પણ વોચ

સુરેન્દ્રનગર - સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા મેગા કોમ્બિંગ ડ્રાઇવ હાથ ધરી જિલ્લાના તમામ પોલીસ મથક વિસ્તારોમાં નોંધાયેલા ગુનાઓના ગુનેગારો તેમજ અસામાજિક તત્વોના રહેણાંક અને આશ્રય સ્થાનો પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

કોમ્બિંગ ડ્રાઇવ દરમિયાન જિલ્લાના કુલ ૧૧૯૩ ગુનેગારોની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસે ટ્રેસ વેરિફિકેશન કરીને ૮૦૭થી વધુ આરોપીઓના લોકેશન ટ્રેસ કર્યા હતા. આ ઉપરાંત, વિવિધ ગુનાઓમાં જેલમાં રહેલા ૩૧ આરોપીઓની જેલની પ્રવૃત્તિઓ પર પણ વોચ રાખી, તેમના પરિવાર અને મિત્ર વર્તુળની ચકાસણી કરવામાં આવી હતી. પોલીસે તમામ ગુનેગારોની મિલકત અને બેંક ડિટેલ્સ સહિતની વિગતો પણ મેળવી હતી. એલસીબી અને એસઓજી સહિત કુલ ૭૦ ટીમો બનાવીને આ કામગીરી કરવામાં આવી હતી. જેમાં ડીવાયએસપી, પીઆઇ, પીએસઆઇ સહિત ૭૫થી વધુ પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.