સ્મશાનોનું સંચાલન કરતી સાત સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે મ્યુ. કમિશ્નરની બેઠક
શહેરના છાણી, બીલ, કારેલીબાગ, માંજલપુ૨, કલાલી, વડીવાડીના સ્મશાનગૃહનુ સંચાલન ક૨તા સંસ્થાઓના પ્રતિનિધિઓ સાથે આજે મ્યુ. કમિશન૨ની સ્મશાનગૃહ સંચાલન અંગે બેઠક યોજાઈ હતી.
જેમાં સ્મશાનગૃહમાં ચાલતી સેવાકીય પ્રવૃતિઓ તેમજ વડોદરા કોર્પોરેશન દ્વારા અમલમાં મુકવામાં આવેલ સ્મશાનગૃહ સંચાલન નીતિ અંગે ચર્ચા થઈ હતી. મ્યુનિસિપલ કમિશનરનું કહેવું હતું કે, વિવાદનો અંત લાવવા આ બેઠક મળી હતી, સંસ્થાને સાથે રાખીને આગળ વધવાનો પ્રયાસ છે, અંતિમક્રિયામાં લોકોની આસ્થાને ઠેસ ન પહોંચે તેવો પ્રયાસ છે, તમામ 31 સ્મશાનોનું સંચાલન સુવ્યવસ્થિત રીતે થાય તેવો કોર્પોરેશનનો પ્રયાસ છે. જ્યારે પૂર્વ ચેરમેનનું કહેવું હતું કે, લોકોની લાગણી દુભાતા વિવાદ થયો છે, કમિશનરે સાત સંસ્થાઓના પ્રશ્નો સાંભળી તેઓ કઈ રીતે સંચાલન કરતી હતી તેની માહિતી મેળવી છે, 10 દિવસના નિરીક્ષણ બાદ સંસ્થાઓ અગાઉ જે પ્રકારે સ્મશાનોનું સંચાલન કરતી હતી તે પ્રકારે સંચાલન કરવા પરત આપશે.