વડોદરા: સ્માર્ટ સિટીના તમામ CEOની વિશાખાપટ્ટનમ ખાતે 24 અને 25ના રોજ મિટિંગ
- વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર મિટિંગમાં હાજરી આપશે
વડોદરા, તા. 15 જાન્યુઆરી 2020 બુધવાર
વડોદરા સહિત દેશના 100 શહેરોનો કેન્દ્ર સરકારે સ્માર્ટ સીટીમાં સમાવેશ કર્યો છે. આ સ્માર્ટ સિટીના તમામ સીઇઓની મીટીંગ વિશાખાપટનમ ખાતે તારીખ 24 અને 25ના રોજ મળવાની છે. સ્માર્ટ સિટીની સૌ પ્રથમ મીટીંગ 2018માં ભોપાલ ખાતે અને ત્યારબાદ 2019માં લખનૌ ખાતે મળી હતી.
આ મિટિંગમાં તમામ સ્માર્ટ સિટીમાં હાથ ધરાયેલા પ્રોજેકટ કામગીરીની સમીક્ષા થશે હાલ પ્રોજેક્ટના કામ કયા લેવલે છે અને પ્રોજેક્ટ પૂરા કરવામાં કઈ કઈ મુશ્કેલી પડે છે તેની પણ ચર્ચા થશે. આ ઉપરાંત જે કોઈ સિટીએ કોઈ સારો પ્રોજેક્ટ કર્યો હશે તો આ પ્રોજેક્ટ બીજા શહેરમાં પણ શરૂ થાય તે માટેના સૂચનો કરવામાં આવશે.
વડોદરામાં સ્માર્ટ સિટી પ્રોજેક્ટ પાછળ 2397 કરોડનો ખર્ચ થવાનો છે. જેમાંથી અગાઉ 631 કરોડના ખર્ચે 27 પ્રોજેક્ટ પુરા થઈ ચુક્યા છે. તાજેતરમાં 33 પ્રોજેક્ટના કામ ચાલુ છે. વડોદરા કોર્પોરેશનના ડેપ્યુટી કમિશનર સ્માર્ટ સિટી કંપનીના સીઇઓ છે અને તેઓ આ મિટિંગમાં હાજરી આપવાના છે. તેમ જાણવા મળ્યું છે.