Get The App

જય ગિરનારીના નાદથી ગૂંજ્યો લીલી પરિક્રમાનો રૂટ, અન્નક્ષેત્રો સહિત 10 હંગામી દવાખાના, 16 એમ્બ્યુલન્સ ખડે પગે

Updated: Nov 12th, 2024

GS TEAM


Google News
Google News
જય ગિરનારીના નાદથી ગૂંજ્યો લીલી પરિક્રમાનો રૂટ, અન્નક્ષેત્રો સહિત 10 હંગામી દવાખાના, 16 એમ્બ્યુલન્સ ખડે પગે 1 - image


Medical Facility In Girnar Lili Parikrama : જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાની આજે મંગળવારથી વિધિવત શરૂઆત થઈ છે, ત્યારે ગઈ કાલે સોમવારથી જ લીલી પરિક્રમામાં લાખોની ભીડ ઉમટી હોવાથી યાત્રામાં હાલાકી ન પડે તે માટે સેંકડો લોકોએ એક દિવસ પૂર્વે જ પરિક્રમા શરુ કરી હતી. તેવામાં જૂનાગઢ જિલ્લાના કલેક્ટર માર્ગદર્શન હેઠળ લીલી પરિક્રમાના 36 કિ.મી. માર્ગમાં યાત્રાળુના આરોગ્યને ધ્યાનમાં રાખીને 10 જેટલા હંગામી દવાખાના ઉભા કરાયાં, આ સાથે 16 એમ્બ્યુલન્સ પણ ખડે પગે રહેશે.

યાત્રાળુઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને હંગામી દવાખાના શરૂ કર્યાં

જૂનાગઢમાં ગિરનારની લીલી પરિક્રમાનો અનેરો મહિમા છે. દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુ લીલી પરિક્રમા કરવા માટે આવતા હોય છે, ત્યારે યાત્રાળુઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા 10 જેટલા હંગામી દવાખાના અને 16 મેડિકલ-પેરા મેડિકલ ટીમ થકી આરોગ્ય સેવા પૂરી પાડવામાં આવી.


જય ગિરનારીના નાદથી ગૂંજ્યો લીલી પરિક્રમાનો રૂટ, અન્નક્ષેત્રો સહિત 10 હંગામી દવાખાના, 16 એમ્બ્યુલન્સ ખડે પગે 2 - image

આ વિસ્તારોમાં મેડિકલ સુવિધા શરૂ

લીલી પરિક્રમામાં સરકડિયાના ઘોડી વિસ્તાર, માળવેલા વિસ્તાર, શ્રવણની કાવડના નળપાણી વિસ્તાર, જીણાબાવાની મઢી, ભવનાથ અને ગિરનાર અંબાજીની ટૂંક, બળદેવી મંદિર, બોરદેવી વિસ્તાર વિસ્તારોમાં હંગામી દવાખાનાની વ્યવસ્થા કરાઈ. આ સાથે ભવનાથના નાકોડા ખાતે ઈમરજન્સી સારવાર માટે ICUની પણ સુવિધા કાર્યરત. તેમજ જૂનાગઢ આરોગ્ય વિભાગ દ્વારા ચોવીસ કલાક કંટ્રોલરૂમ પણ શરૂ કરાયો. 



આ પણ વાંચો : ગિરનારની લીલી પરિક્રમાનો મંગળવારથી થશે પ્રારંભ, એક દિવસ પહેલાથી જ ઉમટી પડી ભાવિકોની ભીડ

લીલી પરિક્રમામાં લાખોની સંખ્યામાં ભીડ જોવા મળે છે, ત્યારે યાત્રાળુઓને આરોગ્યની સુવિધા મળી રહે તે માટે ભેસાણ તાલુકાના માલીડા પાસે, ડેરવાણ વિસ્તાર, ભવનાથ અને બીલખા પાસેના રામનાથ વિસ્તારોમાં 12 જેટલી એમ્બ્યુલન્સ તૈનાત કરાશે.

Tags :