વડોદરામાં શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેકવાના ગુનામાં સામેલ આરોપીની મીડિયા કર્મચારીને ધમકી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Threat : વડોદરાના ફતેપુરામાં અડાણીયા પુલ પાસે રહેતો મોહમ્મદ સફવાન મોહમ્મદ સબીર મન્સુરી ન્યુઝ ચેનલમાં કામ કરે છે અને ચાઈનીઝની લારી ચલાવે છે. વાડી પોલીસ સ્ટેશન જણાવ્યું છે કે ગઈકાલે બપોરે 2:00 વાગે હું ખાટકી વાડથી જતો હતો તે દરમિયાન સુફિયાન ઉર્ફે છોટાગામા મનસુરી અને તેની પાછળ બેઠેલો અકીલ તથા અન્ય યુવક ફુલ સ્પીડે ટુ વ્હીલર પર આવ્યા હતા અને મારી આગળ તેમની ગાડી ઊભી કરી દીધી હતી.
જેથી મેં કહ્યું કે શાંતિથી ગાડી ચલાવો. ત્યારબાદ સુફિયાન મારી સાથે ગાળો બોલી ઝઘડો કરવા લાગ્યો હતો અને ધમકી આપી હતી કે તું સંભાલ કે રહીયો વરના વિકેટ ગિરા દુંગા. આ સુફિયાન ગણેશ ઉત્સવ સમયે શ્રીજીની મૂર્તિ પર ઈંડા ફેકવાના ગુનામાં સામેલ હતો અને તેનું મેં રિપોર્ટિંગ કર્યું હતું. તેની અદાવત રાખી તેણે મારી સાથે ઝઘડો કરી ધમકી આપી હતી.








