Get The App

સુરતના મેયરની જીભ લપસી, જાહેર મંચથી દશેરા વિશે બોલ્યાં- 'સત્ય પર અસત્યની જીત થઈ'

Updated: Oct 13th, 2024

GS TEAM

Google News
Google News
સુરતના મેયરની જીભ લપસી, જાહેર મંચથી દશેરા વિશે બોલ્યાં- 'સત્ય પર અસત્યની જીત થઈ' 1 - image

Mayor Daxesh Mavani Tongue Sleep: ગુજરાતમાં સુરતના લિંબાયતમાં યોજાયેલા દશેરાના એક કાર્યક્રમમાં મેયર દક્ષેશ માવાણીએ ભાંગરો વાટ્યો હતો. દશેરાના ભાષણ દરમિયાન દક્ષેશ માવાણીની જીભ લપસી ગઈ હતી અને તેઓએ અસત્ય પર સત્યનો વિજયના બદલે સત્ય પર અસત્યની વિજય થઈ તેવું બોલ્યા હતાં. મેયર દ્વારા આ બફાટ બાદ તે પોતે પણ હસવા લાગ્યા હતાં. 

આ પણ વાંચોઃ નવરાત્રિમાં છેડતીની 16 ફરિયાદ, સૌથી વધુ અમદાવાદમાં મદદ માગી, અકસ્માતના રોજના 500 કેસ

મેયરે જાહેર કાર્યક્રમમમાં કહ્યું કે, 'આજે સત્ય પર અસત્યનો વિજય થયો હતો. ત્યારે બાજુમાંથી તેમને ટોકવામાં આવ્યા. માઇક બંધ કરી તેઓએ બાજુમાં બેસેલા વ્યક્તિ સાથે વાત કરી પછી તેમને ભાન થયું કે તે શું બોલી ગયાં. બાદમાં તેઓએ સુધારીને કહ્યું હતું કે, માફ કરજો. અસત્ય પર સત્યનો વિજય થયો હતો. રામચંદ્ર ભગવાને આ દિવસે રાવણનો વધ કર્યો હતો.

આ પણ વાંચોઃ સદસ્યતા અભિયાનમાં ભાજપનો પનો ટૂંકો પડ્યો! પોલીસને ધંધે લગાડી 70000 સભ્યો બનાવ્યાં!

મેયરના આ બફાટથી ત્યાં હાજર તમામ લોકો હસવા લાગ્યા હતાં અને બાદમાં લોકોએ તેમની ઘણી ટીકા પણ કરી હતી. આ સાથે સોશિયલ મીડિયા પર પણ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો ત્યાં પણ કોમેન્ટ કરી મેયરની ટીકા કરી રહ્યાં છે.