Gujarat

જામનગરમાં શ્રી ખીમા મામા યુવક મિત્ર મંડળનો જન્માષ્ટમીના પર્વે 50 વર્ષથી યોજાતો મટકી ફોડ કાર્યક્રમ

By GS TEAM
18 Aug 20251 min read
TukuTouch Logo
જામનગરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પ્રસંગે, ધનબાઈના ડેલા પાસે આવેલા શ્રી ખીમા મામા યુવક મિત્ર મંડળ દ્વારા પરંપરાગત રીતે છેલ્લા 50 વર્ષથી અખંડ પરંપરા રૂપે "મટકી ફોડ"નો ભવ્ય કાર્યક્રમ યોજાય છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં શ્રી ખીમા મામા યુવક મિત્ર મંડળનો જન્માષ્ટમીના પર્વે 50 વર્ષથી યોજાતો મટકી ફોડ કાર્યક્રમ

જામનગરમાં શ્રીકૃષ્ણ જન્માષ્ટમીના પાવન પ્રસંગે, ધનબાઈના ડેલા પાસે આવેલા શ્રી ખીમા મામા યુવક મિત્ર મંડળ દ્વારા પરંપરાગત રીતે છેલ્લા 50 વર્ષથી અખંડ પરંપરા રૂપે "મટકી ફોડ"નો ભવ્ય કાર્યક્રમ યોજાય છે.

આ કાર્યક્રમની શરૂઆત ધનબાઈના ડેલા પરથી થાય છે, જ્યાંથી ભક્તિભાવથી સજ્જ પ્રોસેશન માં યુવા ભાઈઓ તથા બહેનો ઉમંગ-ઉલ્લાસ સાથે "હર્ષોલ્લાસના નાદ" કરતા જોડાય છે. પ્રોસેશન ગિરધારી મંદિર નજીક ચોક સુધી પહોંચે છે.

ચોકમાં પહોંચ્યા બાદ મટકી ફોડ કાર્યક્રમનું આયોજન થાય છે. આ મટકીમાં માખણ અને દહીં ભરીને લટકાવવામાં આવે છે, જેને યુવાનો સાથે મળીને ઉત્સાહભેર ફોડે છે. આ પ્રસંગ દરમિયાન બહેનો દ્વારા પરંપરાગત રાસ-ગરબા રમવામાં આવે છે, જેનાથી સમગ્ર વાતાવરણમાં ભક્તિભાવ અને આનંદ છવાઈ જાય છે.

મટકી ફોડ સમારંભ બાદ મંદિર પ્રાંગણમાં સૌ ભક્તો ભેગા થઈને ભગવાન શ્રીકૃષ્ણની મંગળ આરતી કરે છે. આ સાથે કૃષ્ણ જન્મોત્સવની આ પાવન ઉજવણી પૂર્ણ થાય છે.

વડીલો કહે છે કે, આ કાર્યક્રમ માત્ર ભક્તિભાવ જ નહીં, પરંતુ એકતા, સંગઠન અને યુવાનોમાં ઉત્સાહ જગાડતો છે. છેલ્લા અડધી સદીથી સતત ચાલતી આ પરંપરાએ સમગ્ર વિસ્તારમાં આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે.