સુરતના સારોલીમાં ટેક્સટાઈલ માર્કેટમાં 12મા માળે આગ, અફરાતફરી વચ્ચે ફાયરબ્રિગેડ ઘટનાસ્થળે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Surat Fire News: સુરતના સારોલીમાં આવેલી ટેક્સટાઈલ માર્કેટમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. અહીં કુબેરજી ટેક્સટાઈલ વર્લ્ડ માર્કેટમાં 12મા માળે આગ લાગી હોવાની જાણકારી સામે આવી રહી છે. જોકે આ ઘટનાની જાણ કરાતા જ ફાયરબ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે. વેપારીઓમાં અફરા તફરીનો માહોલ જોવા મળી રહ્યો છે. જોકે ગણતરીના કલાકોમાં જ ફાયર વિભાગે આગ પર કાબૂ મેળવી લીધો છે અને ફાયર વિભાગ દ્વારા હાલ કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.
આગની જાણ થતાં જ ફાયરબ્રિગેડનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો યુદ્ધના ધોરણે શરૂ કરી આગ પર કાબૂ મેળવી લીધો છે. 12મા માળે આગ લાગી હોવાથી ફાયરબ્રિગેડને આગ બુઝાવવામાં પડકારોનો સામનો કરવો પડ્યો હતો.
આગના ધુમાડાના ગોટેગોટા દૂર-દૂર સુધી દેખાઈ જોવા હતા. ઘટનાસ્થળે લોકોના ટોળેટોળાં એકઠા થઈ ગયા હતા, જેમને પોલીસે દૂર હટાવવાની કામગીરી હાથ ધરી હતી. હાલમાં આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર હજુ સુધી પ્રાપ્ત થયા નથી, પરંતુ માર્કેટમાં મોટા પ્રમાણમાં માલસામાન બળીને ખાખ થવાની આશંકા છે. ફાયર વિભાગ દ્વારા હાલ કુલિંગની કામગીરી કરવામાં આવી રહી છે.








