સુરતમાં ખાનગી હોસ્પિટલમાં ભીષણ આગ, ફાયર વિભાગની 15 ટીમ પહોંચી ઘટનાસ્થળે
Surat Fire News: સુરત શહેરમાં વધુ એક આગ લાગવાની ઘટના સામે આવી છે. જેમાં શહેરના અઠવાલાઈન્સ વિસ્તારમાં આવેલી મિશન હોસ્પિટલમાં ભીષણ આગ લાગી છે. આગની ઘટના બાદ હોસ્પિટલમાં ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો છે. આગના પગલે ફાયર વિભાગની 15 જેટલી ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. 20થી વધુ દર્દીઓને બહાર કાઢવામાં આવ્યા હતા. રેસ્ક્યૂ કરાયેલા દર્દીઓને અન્ય હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ છે.