અમદાવાદના એસ.જી.હાઈવે પર પાર્ટી પ્લોટમાં ભીષણ આગ, સદભાગ્યે કોઈ જાનહાનિ નહીં
Ahmedabad Fire: ગુરુવારે રાતે અમદાવાદના એસ.જી.હાઈવે પર મકરબામાં આવેલી એસ.પી.ઓફિસની સામે આવેલા અંદાજ પાર્ટી પ્લોટમાં ભીષણ આગ લાગી હતી. આ ઘટનાને કારણે દૂર-દૂરથી આગની જ્વાળાઓ અને ધૂમાડાના ગોટે ગોટા ઉડતા દેખાઈ રહ્યા હતા. જેના કારણે રાહદારીઓ અને સ્થાનિકોમાં ડર ફેલાયો હતો.
અધિકારીઓના અહેવાલ અનુસાર પાર્ટી પ્લોટમાં શણગાર માટે મૂકી રાખેલા સામાનમાં આગ લાગવાને કારણે આ ઘટના બની હતી જેમાં કાપડ, લાકડાની વસતુઓ અને અન્ય જ્વલનશીલ વસ્તુઓ પણ સળગીને રાખ થઈ ગઈ હતી. જોકે આગ ખૂબ જ ઝડપથી સમગ્ર પાર્ટી પ્લોટમાં ફેલાઈ ગઇ હતી. જેના પગલે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા અનેક વાહનો ઘટનાસ્થળે ધસી આવ્યા હતા અને આગને ઓલવવા પ્રયાસ કર્યો હતો.