વડોદરામાં રાત્રિબજાર પાસે વિશ્વામિત્રીની ઝાડીઓમાં ભીષણ આગ
વડોદરાઃ શહેરના કારેલીબાગ થી સમા જતા માર્ગ પર આજે સાંજે વિશ્વામિત્રી નદીની ઝાડીઓમાં આગ લાગી હતી.
વિશ્વામિત્રી પ્રોજેક્ટનું કામ ચાલી રહ્યું છે તે રાત્રિ બજાર પાસેના મંગલ પાંડે રોડ પર બે દિવસ પહેલાં ખોદકામ દરમિયાન એક કાચબાનું મોત થયું હતું.જ્યારે આજે આ જ વિસ્તારમાં આગનો બનાવ બન્યો હતો.
આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.પરંતુ પવનનું જોર વધારે હોવાને કારણે આગ ઝડપભેર ઝાડીઓમાં પ્રસરી હતી.જેથી ફાયર બ્રિગેડને અડધો ડઝન જેટલા વાહનોનો ઉપયોગ કરવો પડયો હતો.