Vadodara Fire : વડોદરાના ગોરવા વિસ્તારમાં બેટરીના ગોડાઉનમાં આગ લાગતા ફાયર બ્રિગેડની સાત ટીમો કામે લાગી હતી અને બે કલાકે આગ કાબુમાં લીધી હતી.
ગોરવાના મધુનગર વિસ્તારમાં આવેલા ગોડાઉનો પૈકી ઈલેક્ટ્રીક બેટરીના ગોડાઉનમાં કોઈ કારણસર આગ લાગતા ધુમાડાના ગોટેગોટા ઉપરોક્ત વિસ્તારમાં છવાયા હતા. જેને પગલે લોકોના ટોળા જામ્યા હતા.

બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ આવી ગઈ હતી અને આગ કાબુમાં લેવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ગોડાઉનમાં બેટરીઓ મોટી સંખ્યામાં હોવાને કારણે આગ વધુ પ્રસરી હતી અને તેને કારણે ફાયર બ્રિગેડની વધુ 7 ટીમો બોલાવી પડી હતી.
લગભગ બે કલાકની મહેનત બાદ આગ પર કાબુ લેવામાં સફળતા મળી હતી. ફાયર બ્રિગેડની ટીમોએ આસપાસના ગોડાઉનમાં આગ પ્રસરતી અટકાવી હતી.


