વડોદરાના દેણામાં સ્ક્રેપના ગોડાઉનમાં ભીષણ આગ, બ્લાસ્ટ થતા ગભરાટ, મકાન બચાવ્યું
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fire : વડોદરાની આસપાસ સ્ક્રેપના ગોડાઉનો સુરક્ષાને અભાવે જોખમી બની રહ્યા છે અને વારંવાર આગના બનાવો બની રહ્યા છે. છેલ્લા એક મહિનામાં આ પ્રકારના અડધો ડઝન જેટલા બનાવો બન્યા છે ત્યારે ગઈકાલે દેણા ખાતે વધુ એક બનાવ બન્યો હતો.
વડોદરાના દેણામાં આવેલા સ્ક્રેપના મોટા અને ખુલ્લા ગોડાઉનમાં કયા કારણસર આગ લાગી તેની કોઈ માહિતી નથી પરંતુ આગ એટલી ભીષણ હતી કે લગભગ ત્રણથી ચાર કિલોમીટર વિસ્તારમાં ધુમાડા જોઈ શકાતા હતા.
વળી સ્ક્રેપના ગોડાઉનમાં કઈ ચીજ વસ્તુઓ હતી તેની કોઈ માહિતી નહીં હોવાથી ફાયર બ્રિગેડ માટે પણ મુશ્કેલી પડી હતી. ફાયર બ્રિગેડના સીઆરસી સૈનિક મન્સૂરીએ કહ્યું હતું કે અમે પહોંચ્યા તે વખતે બ્લાસ્ટ થતાં લોકોમાં ગભરાટની લાગણી જોવા મળી હતી. અમે એક મકાનને બચાવી લીધું હતું.
ફાયર બ્રિગેડની ટીમને આગ કાબુમાં લેતા દોઢથી બે કલાકનો સમય લાગ્યો હતો. પોલીસે પણ બનાવનાર સ્થળે મુલાકાત લઇ વિગતો મેળવી હતી.








