Get The App

ધોળીના ધોળી ગામે ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ

Updated: Jan 26th, 2026

GS TEAM

Google News
Google News
ધોળીના ધોળી ગામે ખાનગી કંપનીમાં ભીષણ આગ લાગતા દોડધામ 1 - image

- ટેક્સ ટાઇલ મટિરિયલ હોવાના આગ વધુ પ્રસરી 

- બીજા માળે આગે રોદ્વ સ્વરૂપ ધારણે કરતા પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો 

 બગોદરા : ધોળકાની ધોળી ગામે આવેલી પ્રીમિયર સ્પિનટેક્સ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગતા દોડધામ ચી ગઇ હતી. બીજા માળે લાગેલી આગે રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ફાયર બ્રિગેડે પાંચ કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. 

તાલુકાના ધોળી ગામ પાસે આવેલી પ્રીમીયર સ્પિનટેક્સ કંપનીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગી હતી. ધૂમડાના ગોટેગોટા દૂર સુધી જોવા મળ્યા હતા. કંપનીના બીજા માળે આગ લાહતી હતી. ટેક્સટાઇલ મટિરીયલ હોવાના કારણે આગ ઝડપથી પ્રસરી ગઇ હતી અને સ્થાનિકો અને કંપનીના સ્ટાફ દ્વારા તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. આ ઘટનાની જાણ થતાં ધોળકા પાલિકાની ટીમો દોડી આવી હતી. પાણીનો મારો ચલાવવામાં આવી હતી. ભારે પવનના કારણે કામગીરીમાં મુશ્કેલી ઉભી હતી. કંપનીની મશીનરી અને કાચા પાકા માલને નુકસાન થયું હતું. આખરે પાંચ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. શોર્ટસર્કિટના કારણે આગ લાગી હોવાનું આશંકા સેવાઇ રહી છે.