Gujarat
વડોદરા નજીક વાઘોડિયા GIDCમાં ઇન્ક બનાવતી કંપનીમાં ભીષણ આગ
By GS TEAM
15 Oct 20251 min read
વડોદરા નજીક વાઘોડિયા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગતાં વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે.
Summarized by AI; it may make mistakes. Check important info
વડોદરા નજીક વાઘોડિયા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગતાં વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે.
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Fire in Waghodia GIDC : વડોદરા નજીક વાઘોડિયા જીઆઇડીસી વિસ્તારમાં આવેલી એક કંપનીમાં ભીષણ આગ લાગતાં વડોદરા ફાયર બ્રિગેડની મદદ લેવામાં આવી છે.
વાઘોડિયા જીઆઇડીસી પાસે ગુગલીયા પુરા ખાતે ઈન્ક બનાવતી ડાયનેમિક કંપનીમાં કેમિકલના સ્ટોકમાં કોઈ કારણસર આગ લાગતા કર્મચારીઓ બહાર નીકળી ગયા હતા. જેથી મોટી જાનહાનિ થતા રહી ગઈ હતી.
જોત જોતામાં આગે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને ફેક્ટરીમાં ફેલાઈ જતા શેડ ધરાશાયી થઈ ગયો હતો. જેથી આસપાસના ગામજનો પણ દોડી આવ્યા હતા. વડોદરા ફાયર બ્રિગેડની પણ મદદ લેવાતા ઈમરજન્સી રિસ્પોન્સ સેન્ટરની ટીમ દ્વારા બે કલાક સુધી કામગીરી કરવામાં આવી હતી અને ત્યારબાદ આગ કાબુમાં આવી હતી.