Get The App

સુરેન્દ્રનગરમાં પેપર મિલમાં લાગેલી ભીષણ આગ 19 કલાક બાદ કાબૂમાં, સેનાની મદદ લેવી પડી

Updated: Mar 23rd, 2025

GS TEAM

Google News
Google News
સુરેન્દ્રનગરમાં પેપર મિલમાં લાગેલી ભીષણ આગ 19 કલાક બાદ કાબૂમાં, સેનાની મદદ લેવી પડી 1 - image

Fire In Surendranagar: સુરેન્દ્રનગર-ધ્રાંગધ્રા રોડ પર નવલગઢ નજીક પેટસન પેપર મિલમાં શનિવારે (22મી માર્ચ) બપોરના સમયે ભીષણ આગ ફાટી નીકળી હતી. પેપર મિલમાં રહેલા પેપરના રોલ, પૂંઠા સહિતનો જથ્થો હોવાથી આગે ગણતરીની મિનિટમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના પગલે સુરેન્દ્રનગર, ધ્રાંગધ્રા, થાન, વિરમગામ ફાયર બ્રિગેડની પણ મદદ લેવામાં આવી હતી. જો કે, બપોરે લાગેલી આગ હમણા સુધી કાબૂમાં ન આવતા ભારતીય સેનાની મદદ લેવામાં આવી છે. જોકે, 50 હજાર લિટર પાણીનો મારો ચલાવ્યાં બાદ આગ કાબૂમાં આવી ગઈ છે.

સુરેન્દ્રનગરમાં પેપર મિલમાં લાગેલી ભીષણ આગ 19 કલાક બાદ કાબૂમાં, સેનાની મદદ લેવી પડી 2 - image

શોર્ટ સર્કિટના કારણે આગ લાગી

સુરેન્દ્રનગર ધ્રાંગધ્રા રોડ પર નવલગઢ ગામ નજીક આવેલી પેટસન પેપર મિલમાં બપોરના સમયે કોઈ કારણોસર આગ લાગતા દોડધામ મચી જવા પામી હતી. આ બનાવને પગલે લોકોના ટોળેટોળા સ્થળ પર ઉમટી પડયા હતા. તંત્રના અધિકારીઓ સહિત ફાયર ફાયટર ટીમને જાણ કરી હતી. પેપર મિલમાં મોટા પ્રમાણમાં પેપરના રોલ, પુઠા સહિતનું મટીરીયલ્સ હોવાથી ગણતરીની મિનિટોમાં જ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું હાલ અનુમાન સેવાઈ રહ્યુ છે.

આ પણ વાંચો: ગોપાલ ઈટાલિયા વિસાવદર બેઠક પરથી પેટા ચૂંટણી લડશે, આમ આદમી પાર્ટીની સત્તાવાર જાહેરાત

હાલ અમદાવાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, વઢવાણ અને ધ્રાંગધ્રા ફાયર બ્રિગેડની ટીમ દ્વારા સતત પાણીનો જોરદાર મારો ચલાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સેનાના જવાનો પણ આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા હતા. જેને પગલે હાલ આગ કાબૂમાં લઇ લેવામાં આવી છે.

સુરેન્દ્રનગરમાં પેપર મિલમાં લાગેલી ભીષણ આગ 19 કલાક બાદ કાબૂમાં, સેનાની મદદ લેવી પડી 3 - image