અણીયારા ટોલાનાકા નજીક 'લિમિટ પેપરમિલ'માં ભીષણ આગ ભભૂકી
- ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો
- હળવદ ઉપરાંત ધાંગધ્રા, મોરબી અને રાજકોટ ફાયર ફાઇટરોની મદદ લેવાઈ : બપોરે લાગેલી આગ મોડી સાંજે કાબૂમાં ન આવી
માળીયા હાઇવે પર રાપર ગામ પાસે 'લિમિટ પેપર મીલ'માં વેસ્ટ પેપરના મોટા જથ્થામાં આજે બપારો ચાર-ચાડા સાર વાગ્યાના સુમારે આગ લાગી હતી.
જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ હતું. આગની ગંભીરતાને પગલે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કર્યો હતો અને મોરબી ઉપરાંત રાજકોટ, હળવદ અને ધાંગધ્રાની ફાયર બ્રિગેડની ટીમોને ઘટનાસ્થળે બોલાવવામાં આવી હતી. હાલમાં ફાયરના લાશ્કરોએ આગ પર કાબુ મેળવવા પાણીનો મારો ચલાવી રહી છે.
બપારે લાગેલી આગ મોડી રાતના નવ વાગ્યા સુધી આવી નહતી. ફાયર બ્રિગ્રેડના લાશ્કરો દ્વારા આગને કાબુમાં લેવા ભારે જહેમત ઉઠાવવામાં આવી રહી છે. આગની ઘટનામાં જાનહાનીના હજુ સુધી કોઈ અહેવાલ પ્રાપ્ત થયા નથી.
આગ ક્યાં કારણોસર લાગી તે હજુ સુધી જાણી શકાયું નથી. આગને પગલે પેપરમિલમાં રહેલા પેપર વેસ્ટ, મિલના સ્ટ્રક્ચરને નુકસાન થયું છે. આગ કાબૂમાં આવશે ત્યાં સુધીમાં કારખાનેદારને બહુ મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.