Gujarat

ગુજરાતમાંથી 53 લાખથી વધુ મતદારના નામ રદ થઈ શકે! SIRની કામગીરી અંતિમ તબક્કામાં

By GS TEAM
5 Dec 20251 min read
TukuTouch Logo
ગુજરાતમાં 2025ની મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી મુજબ, આ સઘન ગણતરી બાદ રાજ્યની મતદાર યાદીમાંથી 53 લાખથી વધુ મતદારોના નામની બાદબાકી થવાની સંભાવના છે, જેનાથી યાદીની ચોકસાઈ વધશે. ગણતરીનો આ તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલશે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાંથી 53 લાખથી વધુ મતદારના નામ રદ થઈ શકે! SIRની કામગીરી અંતિમ તબક્કામાં

Mass Voter List Cleanup in Gujarat: ગુજરાતમાં 2025ની મતદાર યાદીની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. ચૂંટણી પંચ પાસેથી મળેલી માહિતી મુજબ, આ સઘન ગણતરી બાદ રાજ્યની મતદાર યાદીમાંથી 53 લાખથી વધુ મતદારોના નામની બાદબાકી થવાની સંભાવના છે, જેનાથી યાદીની ચોકસાઈ વધશે. ગણતરીનો આ તબક્કો 11મી ડિસેમ્બર સુધી ચાલશે.

53 લાખથી વધુ નામ શા માટે રદ થશે?

ચૂંટણી પંચ પાસેથી પ્રાપ્ત થયેલી માહિતી પ્રમાણે ગણતરી દરમિયાન 17 લાખથી વધુ અવસાન પામેલા મતદારો મતદાર યાદીમાં સામેલ હતા. આ ઉપરાંત 6.14 લાખથી વધુ મતદારો સરનામે ગેરહાજર, જ્યારે 30 લાખથી વધુ કાયમી સ્થળાંતરિત થયાનું, 3.25 લાખ મતદારો રિપીટેડ હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો: મોટી દુર્ઘટના ટાળવા ત્વરીત નિર્ણય લેવાયો, સુભાષબ્રિજનો કેટલોક ભાગ બેસી જતા પાંચ દિવસ વાહન વ્યવહાર માટે બંધ

ડિજિટાઈઝેશન કામગીરી પૂરજોશમાં

2025ની મતદાર યાદીમાં નોંધાયેલા 5 કરોડથી વધુ મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ થયા બાદ, પરત મળેલા ફોર્મ્સના ડિજિટાઈઝેશનની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. રાજ્યના 12 વિધાનસભા મતવિસ્તારમાં ડિજિટાઈઝેશનની કામગીરી 100 ટકા પૂરી થઈ ચૂકી છે.

આ 12 બેઠકોમાં બનાસકાંઠાની ધાનેરા-થરાદ, દાહોદની લીમખેડા-દાહોદ (એસ.ટી.), અરવલ્લીની બાયડ, રાજકોટની ધોરાજી-જસદણ-ગોંડલ, જૂનાગઢની કેશોદ, ખેડાની મહેમદાવાદ, આણંદની ખંભાત અને નવસારીની જલાલપોર બેઠકનો સમાવેશ થાય છે. ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ ચાલી રહેલી આ ઝુંબેશનો ઉદ્દેશ્ય આગામી ચૂંટણીઓ પહેલા રાજ્યની મતદાર યાદીને સંપૂર્ણપણે ભૂલમુક્ત અને ચોક્કસ બનાવવાનો છે.