વડોદરા કોર્પોરેશનમાં 19 ઇજનેરોની સામૂહિક બદલીથી ચર્ચાનો વિષય
Vadodara Corporation : વડોદરા કોર્પોરેશનમાં સમગ્ર સભાએ ત્રણ કાર્યપાલક ઈજનેરની નિમણૂકને મંજૂરી આપી તેની સાથે મળી 19 ઇજનેરોની મ્યુનિસિપલ કમિશનર અરુણ બાબુએ સામૂહિક બદલી કરતા ઈજનેરોમાં ચર્ચાનો વિષય બન્યો છે. વડોદરા મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનરે વહીવટી અનુકૂળતા અંગે અધિકારીઓને તેમની કામગીરી અંગે વિવિધ ફેરફારો કરવાનો આદેશ કર્યો છે.
તાજેતરમાં પ્રશાંત જોશી વસંત સિંગલ અને દર્શિલ મહેતાની કોર્પોરેશનની સામાન્ય સભાએ કાર્યપાલક ઇજનેર તરીકેની મંજૂરી આપી હતી. તેઓને વિવિધ વિભાગોની ફાળવણી કરવામાં આવી છે. આ ઉપરાંત ધાર્મિક દવે કાર્યપાલક ઇજનેર-હાલમાં પાણી પુરવઠા, બ્રિજ પ્રોજેક્ટ, ટ્રાફિક શાખા, સંકલન તથા હવાલાના એડી. સીટી એન્જિ. (પાણી પુરવઠા, ડ્રેનેજ, સુએજ) ને હાલની ફરજો ઉપરાંત રોડ પ્રોજેક્ટમાં કાર્યપાલક ઇજનેર તરીકે વધારાનો હવાલો સંભાળવાનો રહેશે બ્રિજ પ્રોજેક્ટ અને ટ્રાફિકની ફરજમાંથી મુક્તિ આપવામાં આવી છે.
તેવી જ રીતે રાજેન્દ્ર વસાવા હાલમાં કાર્યપાલક ઇજનેર તરીકે ફ્યુચરિસ્ટિક સેલ, સેન્ટ્રલ સ્ટોર, હેરિટેજ સેલ, અને પશ્ચિમ ઝોન (વોર્ડ 8-9)ને હેરિટેજ કન્ઝર્વેશન તમામ સંબંધીત કામગીરી સંદર્ભે કાર્યપાલક ઇજનેર તરીકે સ્વતંત્ર હવાલો સંભાળવાનો રહેશે. સેન્ટ્રલ સ્ટોર અને પશ્ચિમ ઝોન વોર્ડ 8-9 ની કામગીરી યથાવત રહેશે. તથા હરિતીમા શર્મા-કાર્યપાલક ઇજનેર-વરસાદી ગટરને ફ્યુચરીસ્ટિક પ્લાનિંગ સેલમાં કાર્યપાલક ઇજનેર તરીકે વધારાનો હવાલો સંભાળવાનો રહેશે. વરસાદી ગટર પ્રોજેક્ટમાં કાર્યપાલક ઇજનેર તરીકે પશ્ચિમ-દક્ષિણ ઝોનમાં કામગીરી કરવાની રહેશે. તથા પ્રશાંત જયંતીલાલ જોશી-કાર્યપાલક તરીકે આંતરિક પસંદગીથી નવીન નિમણૂક કાર્યપાલક ઇજનેર ઉત્તર ઝોનમાં હાલ કામગીરી કરે છે તેમને હાલની ફરજો ઉપરાંત બ્રિજ પ્રોજેક્ટમાં કાર્યપાલકને તરીકે વધારાનો હવાલો સંભાળવાનો રહેશે
તેવી જ રીતે મહેશ કે વણકર-નાયબ કાર્યપાલક ઇજનેર ડ્રેનેજ પ્રોજેક્ટને હાલની ફરજો ઉપરાંત કાર્ય પાલક ઇજનેર તરીકે વરસાદી ગટરમાં પૂર્વ-ઉત્તર ઝોનની વધારાની કામગીરી કરવાની રહેશે. તેમજ ભાર્ગવ પંડિત-હ.કાર્યપાલક ઇજનેર રોડ પ્રોજેક્ટ (પૂર્વ-ઉત્તર) તથા નાયબ કાર્યપાલક ઇજનેર વોર્ડ નં. 13ને રોડ પ્રોજેક્ટમાં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે તમામ ઝોનની કામગીરી કરવાની રહેશે. વોર્ડ-13ની કામગીરીમાંથી મુક્ત કરવામાં આવે છે. ઉપરાંત હેતલબેન રૂપાપરા કાર્યપાલક ઇજનેર રોડ પ્રોજેક્ટ શાખામાં હ.કાર્યપાલક ઇજનેર (પશ્ચિમ-દક્ષિણ ઝોન) અને ના.કા.ઈ.(ઉત્તર-પશ્ચિમ ઝોન) ને વોર્ડ નંબર 13 માં નાયબ કાર્યપાલક ઇજનેર તરીકેની ફરજો સંભાળવાની રહેશે રોડ પ્રોજેક્ટની કામગીરીમાંથી મુક્તિ આપવામાં આવી છે. તથા જતન બધેકા-નાયબ કાર્યપાલક ઇજનેર, હ.કાર્યપાલક ઈજનેર ઇલે. પાણી પુરવઠા એનર્જી એફીસન્સ સેલને નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે પ્લેનેટેરીયમમાં વધારાની કામગીરી કરવાની રહેશે હાલની કામગીરી યથાવત છે. ઉપરાંત આલોક શાહ-નાયબ કાર્યપાલક ઇજનેર(મિકેનિકલ) રોડ પ્રોજેક્ટ શાખા હોટ મિક્સ પ્લાન્ટને પાણી પુરવઠા પ્રોજેક્ટમાં (પા.પૂ.વિતરણ) ઉત્તર ઝોનની ફરજ બજાવવાની રહેશે. તેમજ યોગેશ એસ વસાવા ઇ નાયબ કાર્યપાલક ઇજનેર (મિકેનિકલ) પાણી પુરવઠા પ્રોજેક્ટમાં (પા.પૂ. વિતરણ) ઉત્તર ઝોનને રોડ પ્રોજેક્ટ શાખામાં હોટ મિક્ષ પ્લાન્ટ અને સંલગ્ન ફરજો બજાવવાની રહેશે.
આવી જ રીતે હર્ષિલ.બી.પટેલ નાયબ કાર્યપાલક ઇજનેર વોર્ડ નં. 8ને હાલની ફરજો ઉપરાંત પાર્ક એન્ડ ગાર્ડન શાખાના પશ્ચિમ અને દક્ષિણ ઝોનમાં સમાવિષ્ટ બાગ બગીચાઓ સંદર્ભે સિવિલ વર્કની કામગીરી કરવાની રહેશે. તથા પાર્થ જી.ગોસ્વામી-નાયબ કાર્યપાલક ઇજનેર વોર્ડ-3ને હાલની ફરજો ઉપરાંત ગાર્ડન શાખાના ઉત્તર અને પૂર્વ ઝોન સમાવિષ્ટ બાગ બગીચાઓ સંદર્ભે સિવિલ વર્કની કામગીરી કરવાની રહેશે.
તેમજ રવિ.કે.શાહ-એડિ.એન્જિનિયર-વોર્ડ નં.-4 ને હાલની ફરજો ઉપરાંત પાર્ટ્સ એન્ડ ગાર્ડન શાખામાં પૂર્વ ઝોનમાં સમાવિષ્ટ બાગ બગીચાઓ સંદર્ભે સિવિલ વર્કની કામગીરી કરવાની રહેશે. તથા રોનક.બી.પટેલ એડિ.આસિ. એન્જિનિયર ગાર્ડન શાખાની ફરજો ઉપરાંત પાર્ક એન્ડ ગાર્ડન શાખામાં ઉત્તર ઝોનમાં સમાવિષ્ટ બાગ બગીચાઓ સંદર્ભે સિવિલ વર્કની કામગીરી કરવાની રહેશે. અજીત.આર.ભાભોર-સિ.એડિ.આસિ. એન્જિનિયર વોર્ડ નં. 8તથા વિશ્વામિત્રી પ્રોજેક્ટને હાલની ફરજો ઉપરાંત પાર્કસ એન્ડ ગાર્ડન શાખામાં પશ્ચિમ ઝોનમાં સમાવિષ્ટ બાગ બગીચાઓ સંદર્ભે સિવિલ વર્કની કામગીરી કરવાની રહેશે. આ ઉપરાંત પ્રતીક.આર.જોશી-એડિ.આસિ. વોર્ડ નં. 18 ને હાલની ફરજો ઉપરાંત પાર્થ એન્ડ ગાર્ડન શાખામાં દક્ષિણ ઝોનમાં સમાવિષ્ટ બાગ બગીચાઓ સંદર્ભે સિવિલ વર્કની કામગીરી કરવાની રહેશે. તેમ પાલિકા મ્યુ કમિશનર અરુણ મહેશ બાબુએ આદેશ કર્યો છે.